Excelsoft IPO Allotment Status Online: એડટેક કંપની એક્સેલસોફ્ટ ટેક્નોલોજીઝના ₹500 કરોડના IPOમાં રોકાણ કરવાની છેલ્લી તક 21 નવેમ્બર સુધી હતી. આજે, 24 નવેમ્બરે, એક્સેલસોફ્ટ ટેક્નોલોજીઝ IPOનું એલોટમેન્ટ જાહેર થવાનું છે. ત્યારે આ આર્ટિકલમાં મેળવો લેટેસ્ટ GMP, શેર માર્કેટમાં લિસ્ટિંગની તારીખ અને એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવાની પ્રોસેસ સહિતની મહત્વની જાણકારી.
Excelsoft Technologies IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, એક્સેલસોફ્ટ ટેક્નોલોજીસનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 114 થી રૂ. 120 સુધીના 6.67%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 128 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Excelsoft Technologies IPO: શેર લિસ્ટિંગ તારીખ
Excelsoft Technologies IPO નું એલોટમેન્ટ આજે એટલે કે 24 નવેમ્બરના રોજ થશે. જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 26 નવેમ્બરના રોજ થશે.
Excelsoft Technologies IPO: આ રીતે ચેક કરો એલોટમેન્ટ સ્ટેટસ
- BSE લિંક પર લોગ ઈન કરો - https://www.bseindia.com/investors/appli_check.aspx
- ઈસ્યુ ટાઈપ ઓપ્શનમાં Equity સિલેક્ટ કરો
- હવે Excelsoft Technologies સિલેક્ટ કરો.
- આપેલી જગ્યામાં એપ્લિકેશન નંબર અથવા પાન કાર્ડની વિગતો દાખલ કરો.
- આ પછી I’m not a robot પર ક્લિક કરો અને Search ઓપ્શન પર ક્લિક કરો.
- Excelsoft Technologies IPO એલોટમેન્ટ સ્ટેટસ કમ્પ્યુટર મોનિટર અથવા મોબાઇલ ફોન સ્ક્રીન પર દેખાશે.
Excelsoft Technologies IPO: પ્રાઇસ બેન્ડ
Excelsoft Technologies IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 114-120 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 125 શેર છે. રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણની રકમ 15,000 રૂપિયા છે.
Excelsoft Technologies IPO: એક્સેલસોફ્ટ ટેક્નોલોજીસ કંપની વિશે
એક્સેલસોફ્ટ ટેક્નોલોજીસ વૈશ્વિક શિક્ષણ અને મૂલ્યાંકન ક્ષેત્રે કામ કરતી એક વર્ટિકલ SaaS કંપની છે. કંપની AI આધારિત શિક્ષણ સાધનો, મૂલ્યાંકન અને પરીક્ષણ સોલ્યુશન્સ, ઑનલાઇન પ્રોક્ટરિંગ, લર્નિંગ અનુભવ પ્લેટફોર્મ, વિદ્યાર્થી સફળતા માટેનાં સાધનો અને ડિજિટલ ઈ-બુક જેવી વિવિધ સેવાઓ પ્રદાન કરે છે.
નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.

