Sudeep Pharma IPO GMP Today: 21 નવેમ્બરથી સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થયેલો સુદીપ ફાર્માના IPOમાં આજે પૈસા લગાવવાનો આજે છેલ્લો દિવસ છે. કુલ ₹895 કરોડના આ ઈશ્યુમાં ₹95 કરોડના 0.16 કરોડ નવા શેરનો ઇશ્યૂ અને ₹800 કરોડના 1.35 કરોડ શેરનો OFS સામેલ છે. જો તમે આ IPOમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યાં છો, તો આ આર્ટિકલમાં અમે તમને સુદીપ ફાર્મા IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને તમામ મહત્વપૂર્ણ તારીખોની માહિતી આપી રહ્યા છીએ.
Sudeep Pharma IPO: પ્રાઇસ બેન્ડ
Sudeep Pharma IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 563-593 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 25 શેર છે. રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણની રકમ 14,825 રૂપિયા છે.
Sudeep Pharma IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, સુદીપ ફાર્માનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 563 થી રૂ. 593 સુધીના 14.50%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 679 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Sudeep Pharma IPO: મહત્વપૂર્ણ તારીખો
Sudeep Pharma IPO સબ્સ્ક્રિપ્શન માટે 21 નવેમ્બરના રોજ ઓપન થયો છે. જેને આજે 25 નવેમ્બર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 26 નવેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 28 નવેમ્બરના રોજ થશે.
Sudeep Pharma IPO: સુદીપ ફાર્મા કંપની વિશે
સુદીપ ફાર્મા દેશના અગ્રણી ફૂડ-ગ્રેડ આયર્ન ફોસ્ફેટ ઉત્પાદકોમાંની એક કંપની છે. તે શિશુ પોષણ, ક્લિનિકલ પોષણ તેમજ ખાદ્ય અને પીણા ઉદ્યોગોને તેના ઉત્પાદનો સપ્લાય કરે છે. કંપનીના ગુજરાતમાં કુલ 6 ઉત્પાદન એકમો છે, જ્યાંથી 50,000 MTની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે. સુદીપ ફાર્મા મુખ્ય ખનિજોમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક, પોટેશિયમ અને સોડિયમ જેવા ઉત્પાદનો પૂરા પાડે છે.
નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.

