Who Is Rajesh Adani: તમે ગૌતમ અદાણ (Gautam Adani Net Worth) અંગે તો સાંભળ્યું જ હશે, પણ શું તમે રાજેશ અદાણી (Rajesh Adani Net Worth) અંગે માહિતી ધરાવો છો? રાજેશ અદાણી ગૌતમ અદાણીના નાના ભાઈ છે.
રાજેશ અદાણી ગ્રુપમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ગ્રુપન હોલ્ડિંગ કંપની અદાણી એન્ટરપ્રાઈસિસના મેનેજીંગ ડિરેક્ટર છે. અદાણી એન્ટરપ્રાઈસિસ ઉપરાંત રાજેશ અદાણી ગ્રુપની 13 અન્ય કંપનીમાં મહત્વની ભૂમિકા ધરાવે છે.
આ કંપનીઓમાં મહત્વનો હોદ્દો ધરાવે છે
- અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડ- મેનેજિંગ ડિરેક્ટર
- અદાણી પાવર લિમિટેડ- નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર
- અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ-નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર
- અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિટ ઝોન લિમિટેડ-નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર
- અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ- નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર
- અદાણી ઈન્ફ્રા (ઈન્ડિયા) લિમિટેડ- એડિશનલ ડિરેક્ટર
- કર્ણાવતી મ્યુઝિયમ ઓફ લીડરશિપ ફાઉન્ડેશન-ડિરેક્ટર
- અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડ- ડિરેક્ટર
- અદાણી ટ્રેડલાઈન પ્રાઈવેટ લિમિટેડ- ડિરેક્ટર
- અદાણી ઈન્સ્ટિટ્યુટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ- ડિરેક્ટર
- DIRK ટ્રેડ એન્ડ લોજિસ્ટિક્સ LLP- પાર્ટનર
- અદાણી ટ્રેડ એન્ડ લોજિસ્ટિક્સ LLP- પાર્ટનર
- અદાણી ટ્રેડલાઈન LLP- ડેજીગ્રેટેડ પાર્ટનર
- અદાણી ટ્રેડિંગ સર્વિસિસ LLP- ડેજીગ્રેટેડ પાર્ટનર
એનર્જી વર્ટિકલનું નેતૃત્વ
અદાણી ગ્રુપની વેબસાઇટ પરની માહિતી પ્રમાણે રાજેશ અદાણીના વ્યવસાય પ્રત્યે સક્રિય અને વ્યક્તિગત અભિગમ અને તેમની સ્પર્ધાત્મક ભાવનાએ ગ્રુપ અને તેમના વિવિધ વ્યવસાયોના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેઓ હાલમાં ગ્રુપના એનર્જી વર્ટિકલનું નેતૃત્વ કરે છે.
આ વર્ષે માર્ચમાં બોમ્બે હાઈકોર્ટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને MD રાજેશ અદાણીને રૂપિયા 388 કરોડના કથિત બજાર નિયમન ઉલ્લંઘનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં બંને ભાઈઓનું નામ આપવામાં આવ્યું હતું.

