Diwali 2025 Gujarati Calendar: દિવાળીનો પવિત્ર અને આનંદમય પાંચ દિવસીય ઉત્સવ આ વર્ષે 18 ઓક્ટોબર, 2025થી શરૂ થઈને 23 ઓક્ટોબર, 2025 સુધી ઉજવાશે. ધનતેરસથી લઈ ભાઈબીજ સુધીના દરેક દિવસનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. ચાલો, આ આર્ટિકલમાં જાણીએ દિવાળી 2025 (Diwali 2025 Date) ના મુખ્ય તહેવારોની તારીખો અને શુભ મુહૂર્તની વિગતવાર માહિતી…
ધનતેરસ 2025 (Dhanteras 2025 Date & Shubh Muhurat)
દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે, જે આરોગ્ય અને સમૃદ્ધિના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજાને સમર્પિત છે.
- આસો કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ - 18 ઓક્ટોબરે બપોરે 12:18 વાગ્યે
- આસો કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિનો અંત - 19 ઓક્ટોબરે બપોરે 01:51 વાગ્યે
- ધનતેરસ 2025 તારીખ: 18 ઓક્ટોબર, 2025 (શનિવાર)
- ધનતેરસ 2025 પૂજા મુહૂર્ત: સાંજે 07:42 થી રાત્રે 08:39
કાળી ચૌદસ 2025 (Kali Chaudas 2025 Date)
ધનતેરસના બીજા દિવસે, 19 ઓક્ટોબર, 2025 (રવિવાર) એ કાળી ચૌદસ કે નરક ચતુર્દશી ઉજવાશે. આ દિવસે યમદિપદાન કરવાનું મહત્વ છે, જેમાં ઘરના દ્વાર પર ચાર મુખવાળો દીવો પ્રગટાવી યમરાજની આરાધના કરવામાં આવે છે.
દિવાળી 2025 (Diwali 2025 Date)
મુખ્ય દિવાળી તહેવાર આસો મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે.
- અમાવસ્યા તિથિ શરૂ: 20 ઓક્ટોબર, 2025 - બપોરે 3:44
- અમાવસ્યા તિથિ સમાપ્ત: 21 ઓક્ટોબર, 2025 - સાંજે 5:54
- દિવાળી 2025 તારીખ: 20 ઓક્ટોબર, 2025 (સોમવાર)
દિવાળી 2025 માટે શુભ મુહૂર્ત (Diwali 2025 Shubh Muhurat)
દ્રિક પંચાંગ અનુસાર, દિવાળી 20 ઓક્ટોબરના રોજ લક્ષ્મી પૂજા મુહૂર્ત સાંજે 07:34 થી રાત્રે 08:38 સુધીનો છે. આ સમય દરમિયાન તમે ગમે ત્યારે પૂજા કરી શકો છો.
- પ્રદોષ કાળ - સાંજે 06:08 થી રાત્રે 08:38 સુધી
- વૃષભ કાળ - સાંજે 07:34 થી રાત્રે 09:33 સુધી
- સૂર્યોદય: 06:35 AM
- સૂર્યાસ્ત: 06:08 PM
- ચંદ્રોદય: 21 ઓક્ટોબરે સવારે 06:16 AM
- ચંદ્રાસ્ત: 05:22 PM
- બ્રહ્મ મુહૂર્ત: 04:56 AM થી 05:46 AM
- વિજય મુહૂર્ત: 02:17 PM થી 03:03 PM
- ગોધુલી મુહૂર્ત: 06:08 PM to 06:33 PM
- નિશિતા મુહૂર્ત: 11:57 PM to 12:47 AM, 21 ઓક્ટોબર
દિવાળી ચોપડા પૂજન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત (Diwali Chopda Pujan Muhurat 2025)
દિવાળી ચોપડા પૂજન 20 ઓક્ટોબર, 2025 સોમવારના રોજ થશે.
- બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 03:44 PM થી 06:08 PM
- સાંજે મુહૂર્ત (ચલ) - 06:08 PM થી 07:41 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) - 10:48 PM થી 12:22 AM, ઓક્ટોબર 21
- વહેલી સવારે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 01:55 AM થી 06:36 AM, ઓક્ટોબર 21
- અમાસ તિથિ પ્રારંભ - 03:44 PM ઓક્ટોબર 20, 2025 ના રોજ
- અમાસ તિથિ સમાપ્ત - 05:54 PM ઓક્ટોબર 21, 2025 ના રોજ
ગુજરાતી નવું વર્ષ 2025 (Gujarati New Year 2025)
દિવાળીના બીજા દિવસે, 22 ઓક્ટોબર, 2025 (બુધવાર) એ વિક્રમ સંવત 2082 (Vikram Samvat 2082) નું આરંભ થશે.
- કારતક માસ પ્રતિપદા તિથિ શરૂ: 21 ઓક્ટોબર - 05:54 PM
- કારતક માસ પ્રતિપદા તિથિ સમાપ્ત: 22 ઓક્ટોબર - 08:16 PM
ગોવર્ધન પૂજા 2025 (Govardhan Puja 2025 Date)
ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ 22 ઓક્ટોબર, 2025ના રોજ ઉજવાશે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
ભાઈબીજ 2025 (Bhai Dooj 2025 Date)
દિવાળી ઉત્સવનો અંત ભાઈબીજથી થાય છે.
- તિથિ શરૂઆત: 22 ઓક્ટોબર, 2025 - 08:16 PM
- સમાપ્ત: 23 ઓક્ટોબર, 2025 - 10:46 PM
- ઉજવણી તારીખ: 23 ઓક્ટોબર, 2025 (ગુરુવાર)
- ભાઈને તિલક મુહૂર્ત: બપોરે 01:13 થી 03:28
લાભ પાંચમ 2025 (Labh Pancham 2025 Date)
નવા વર્ષમાં વેપાર માટે શુભ માનાતી લાભ પાંચમ 26 ઓક્ટોબર, 2025 (રવિવાર)એ ઉજવાશે.
દેવ દિવાળી 2025 (Dev Diwali 2025 Date)
કારતક પૂર્ણિમા દિવસે ઉજવાતી દેવ દિવાળી આ વર્ષે 5 નવેમ્બર, 2025 (બુધવાર)એ મનાવવામાં આવશે.
દિવાળી 2025 ગુજરાતી કેલેન્ડર (Diwali 2025 Gujarati Calendar)
| તહેવાર | તારીખ | દિવસ |
| ધનતેરસ | 18 ઓક્ટોબર, 2025 | શનિવાર |
| કાળી ચૌદસ | 19 ઓક્ટોબર, 2025 | રવિવાર |
| દિવાળી, લક્ષ્મી પૂજા | 20 ઓક્ટોબર, 2025 | સોમવાર |
| અન્નકૂટ પૂજા, ગોવર્ધન પૂજા, ગુજરાતી નવું વર્ષ, બેસતું વર્ષ | 22 ઓક્ટોબર, 2025 | બુધવાર |
| ભાઈબીજ, ભૈયા દૂજ | 23 ઓક્ટોબર, 2025 | ગુરુવાર |
| લાભ પાંચમ | 26 ઓક્ટોબર, 2025 | રવિવાર |
| દેવ દિવાળી | 5 નવેમ્બર, 2025 | બુધવાર |


