Gujarati Choghadiya: વિક્રમ સંવત 2082નું આગમન થઈ ગયું છે. નવું ગુજરાતી કેલેન્ડર પણ આવી ગયું છે. ગુજરાતી શુભ કાર્ય કોઈ પણ હોય પરંતુ તે સારા ચોઘડિયામાં જ શરૂ કરે છે. ધંધાની શરૂઆત હોય, નવું વાહન લેવાનું હોય, નવા ઘરમાં રહેવા જવાનું હોય, લગ્ન હોય, ઘરે ઘાર્મિક કાર્યક્રમ હોય દરેક વખતે ચોઘડિયા પર પહેલા નજર કરવામાં આવે છે.
દરેક ચોઘડિયું દોઢ કલાકનું હોય છે. સૂર્યોદય સાથે દિવસના ચોઘડિયા શરૂ થાય છે જે સૂર્યાસ્ત 6 વાગ્યે પૂરા થાય છે. પછી રાતના ચોઘડિયા શરૂ થાય છે. શુભ ચોઘડિયામાં શુભ, અમૃત અને લાભનો સમાવેશ થાય છે. જ્યારે ચલને મધ્યમ શુભ ચોઘડિયું ગણવામાં આવે છે. અશુભ ચોઘડિયાંમાં રોગ, ઉદ્વેગ અને કાળનો સમાવેશ થાય છે. લોકો સારા કામ આ ચોઘડિયામાં કરવાનું ટાળે છે.
દિવસના ચોઘડિયા
| સમય | રવિ | સોમ | મંગળ | બુધ | ગુરૂ | શુક્ર | શનિ |
| 6:00 - 7:30 | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ | શુભ | ચલ | કાળ |
| 7:30 - 9:00 | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ | શુભ |
| 9:00 - 10:30 | લાભ | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ |
| 10:30 - 12:00 | અમૃત | રોગ | લાભ | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ |
| 12:00 - 1:30 | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ | શુભ | ચલ |
| 1:30 - 3:00 | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ |
| 3:00 - 4:30 | રોગ | લાભ | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત |
| 4:30 - 6:00 | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ | શુભ | ચલ | કાળ |
| સમય | રવિ | સોમ | મંગળ | બુધ | ગુરૂ | શુક્ર | શનિ |
| 6:00 - 7:30 | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ |
| 7:30 - 9:00 | અમૃત | રોગ | લાભ | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ |
| 9:00 - 10:30 | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ | શુભ |
| 10:30 - 12:00 | રોગ | લાભ | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત |
| 12:00 - 1:30 | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ | શુભ | ચલ |
| 1:30 - 3:00 | લાભ | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ |
| 3:00 - 4:30 | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ | શુભ | ચલ | કાળ |
| 4:30 - 6:00 | શુભ | ચલ | કાળ | ઉદ્વેગ | અમૃત | રોગ | લાભ |


