Purnima Vrat 2026 Dates | Full Moon In 2026 With Tithi, Date And Time (પૂનમની યાદી 2026): સનાતન ધર્મમાં પૂનમની તિથિનું અનેરું અને વિશેષ મહત્વ છે. પૂનમની તિથિ એ હિંદુ મહિનાના શુક્લ પક્ષની અંતિમ તિથિ છે, જે પછીના મહિનાની શરૂઆતનો સંકેત આપે છે. આ તિથિ દાન-ધર્મ, ગંગા સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
પૂનમના દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ સ્વરૂપમાં અને પૂર્ણ તેજ સાથે હોય છે, જેના કારણે આ દિવસનું જ્યોતિષીય તેમજ આયુર્વેદિક મહત્વ પણ ઘણું વધારે છે. વર્ષ 2026 માં કયા મહિનામાં કઈ તારીખે પૂનમ ઉજવાશે અને તેનું ધાર્મિક મહત્વ શું છે. તે આ આર્ટિકલમાં જાણો.
પૂનમનું ધાર્મિક મહત્વ (Significance of Poonam)
માન્યતા મુજબ, પૂનમના પવિત્ર દિવસે ગંગા સ્નાન કરવું અને દાન કરવું અત્યંત ફળદાયી ગણાય છે. પૂનમના દિવસે કરેલ દાનથી બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ તિથિએ દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા પણ ખાસ મહત્વ ધરાવે છે. લક્ષ્મીજીની ઉપાસના કરવાથી સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે, જ્યારે ચંદ્રની પૂજા કરવાથી ચંદ્ર સંબંધિત દોષો અને દુઃખોમાંથી રાહત મળે છે.
સાંજે ચંદ્રને ખીર અર્પણ કરીને તેનો પ્રસાદ સ્વરૂપે સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ ક્રિયા અનેક રોગોમાં રાહત આપે છે અને મનને શાંતિ આપે છે.
પૂનમની તિથિનું આયુર્વેદિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ દિવસે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધતું હોવાથી મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મદદ મળે છે. તેથી, ચંદ્ર દર્શન અને પૂજા આ દિવસે વિશેષ લાભદાયક ગણાય છે. ધાર્મિક કાર્ય કે પૂજા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓએ આ તિથિઓને ધ્યાનમાં રાખીને દાન, સ્નાન અને પૂજા-પાઠનું આયોજન કરવું જોઈએ.
આ પણ વાંચો - Ekadashi 2026 List: વર્ષ 2026માં એકાદશી ક્યારે છે? જાણો અહીં સંપૂર્ણ એકાદશી વ્રત કેલેન્ડર
વર્ષ 2026 માટે પૂનમની તારીખો (Poonam 2026 List)
| તારીખ | દિવસ | પૂનમનું નામ |
| 3 જાન્યુઆરી, 2026 | શનિવાર | પોષ પૂનમ (પોષી પૂનમ / શાકંભરી પૂનમ) |
| 1 ફેબ્રુઆરી, 2026 | રવિવાર | માઘ પૂનમ (માઘી પૂનમ) |
| 3 માર્ચ, 2026 | મંગળવાર | ફાલ્ગુન પૂનમ (ફાગણ પૂનમ) |
| 2 એપ્રિલ, 2026 | ગુરુવાર | ચૈત્ર પૂનમ (ચૈત્રી પૂનમ) |
| 1 મે, 2026 | શુક્રવાર | વૈશાખ પૂનમ (બુદ્ધ પૂનમ) |
| 31 મે, 2026 | રવિવાર | જ્યેષ્ઠા અધિક પૂનમ |
| 29 જૂન, 2026 | સોમવાર | જ્યેષ્ઠા પૂનમ |
| 29 જુલાઈ, 2026 | બુધવાર | અષાઢ પૂનમ (ગુરુ પૂનમ) |
| 27 ઓગસ્ટ, 2026 | ગુરુવાર | શ્રાવણ પૂનમ (નારિયેળી પૂનમ) |
| 28 ઓગસ્ટ, 2026 | શુક્રવાર | શ્રાવણ પૂનમ (રક્ષાબંધન) |
| 26 સપ્ટેમ્બર, 2026 | શનિવાર | ભાદ્રપદ પૂનમ (ભાદરવી પૂનમ) |
| 25 ઓક્ટોબર, 2026 | રવિવાર | આસો પૂનમ (શરદ પૂનમ / કોજાગરી પૂનમ / રાસ પૂનમ) |
| 26 ઓક્ટોબર, 2026 | સોમવાર | આસો પૂનમ (શરદ પૂનમ / કોજાગરી પૂનમ / રાસ પૂનમ) |
| 24 નવેમ્બર, 2026 | મંગળવાર | કાર્તિક પૂનમ (કારતક પૂનમ) |
| 23 ડિસેમ્બર, 2026 | બુધવાર | માર્ગશીર્ષ પૂનમ (માગશર પૂનમ) |


