Purnima Dates 2026: પૂર્ણિમા 2026 તારીખ, કેલેન્ડર, યાદી અને મહત્વ

Purnima Vrat 2026 Dates | Full Moon In 2025 With Tithi, Date And Time (પૂનમ ની યાદી 2026): વર્ષ 2026 માં કયા મહિનામાં કઈ તારીખે પૂર્ણિમા ઉજવાશે અને તેનું ધાર્મિક મહત્વ શું છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 08 Oct 2025 09:53 AM (IST)Updated: Wed 08 Oct 2025 12:35 PM (IST)
purnima-dates-full-moon-tithi-timings-616698

Purnima Vrat 2026 Dates | Full Moon In 2025 With Tithi, Date And Time (પૂનમ ની યાદી 2026): હિંદુ કેલેન્ડર મુજબ, દરેક મહિનાની પૂર્ણિમા (Purnima 2026) ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા, દાન અને સત્યનારાયણ વ્રત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે એવી માન્યતા છે. આ દિવસે ગંગા સ્નાન અને ચંદ્રદેવની આરાધના પણ વિશેષ મહત્વ ધરાવે છે.

દરેક મહિનાની પૂર્ણિમાને તે મહિનાના નામથી ઓળખવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં તેનો અલગ જ ધાર્મિક મહિમા છે. વર્ષ 2026 માં કયા મહિનામાં કઈ તારીખે પૂર્ણિમા ઉજવાશે અને તેનું ધાર્મિક મહત્વ શું છે. તે આ આર્ટિકલમાં જાણો.

પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ (Significance of Purnima)

પૂર્ણિમાને ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ પવિત્ર દિવસમાં ચંદ્રના કિરણો વિશેષ શક્તિશાળી માનવામાં આવે છે. પૂર્ણિમા ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ચંદ્ર દેવની પૂજા માટે સમર્પિત હોય છે. ભક્તો આ દિવસે સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે અને ચંદ્ર દેવને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે. આ તિથિ પર સત્યનારાયણ પૂજાની પરંપરા પણ ચાલી આવે છે. માન્યતા મુજબ, આ દિવસે પૂજા કરવાથી અનેક ફળ મળતા હોય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રકટ થાય છે.

પૂર્ણિમા પૂજા મંત્ર

ॐ श्रां श्रीं श्रौं सः चंद्राय नमः
या रक्ताम्बुजवासिनी विलासिनी चण्डांशु तेजस्विनी। या रक्ता रुधिराम्बरा हरिसखी या श्री मनोल्हादिनी॥
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥

વર્ષ 2026 માટે પૂર્ણિમાની તારીખો (Purnima 2026 List)

2026 પૂર્ણિમા કેલેન્ડર PDF

વર્ષ 2026 માટે પૂર્ણિમાની તારીખો (Purnima 2026 List)

તારીખદિવસપૂર્ણિમાનું નામ
3 જાન્યુઆરી, 2026શનિવારપોષ પૂર્ણિમા (પોષી પૂર્ણિમા / શાકંભરી પૂર્ણિમા)
1 ફેબ્રુઆરી, 2026રવિવારમાઘ પૂર્ણિમા (માઘી પૂર્ણિમા)
3 માર્ચ, 2026મંગળવારફાલ્ગુન પૂર્ણિમા (ફાગણ પૂર્ણિમા)
2 એપ્રિલ, 2026ગુરુવારચૈત્ર પૂર્ણિમા (ચૈત્રી પૂર્ણિમા)
1 મે, 2026શુક્રવારવૈશાખ પૂર્ણિમા (બુદ્ધ પૂર્ણિમા)
31 મે, 2026રવિવારજ્યેષ્ઠા અધિક પૂર્ણિમા
29 જૂન, 2026સોમવારજ્યેષ્ઠા પૂર્ણિમા
29 જુલાઈ, 2026બુધવારઅષાઢ પૂર્ણિમા (ગુરુ પૂર્ણિમા)
27 ઓગસ્ટ, 2026ગુરુવારશ્રાવણ પૂર્ણિમા (નારિયેળી પૂર્ણિમા)
28 ઓગસ્ટ, 2026શુક્રવારશ્રાવણ પૂર્ણિમા (રક્ષાબંધન)
26 સપ્ટેમ્બર, 2026શનિવારભાદ્રપદ પૂર્ણિમા (ભાદરવી પૂર્ણિમા)
25 ઓક્ટોબર, 2026રવિવારઆસો પૂર્ણિમા (શરદ પૂર્ણિમા / કોજાગરી પૂર્ણિમા / રાસ પૂર્ણિમા)
26 ઓક્ટોબર, 2026સોમવારઆસો પૂર્ણિમા (શરદ પૂર્ણિમા / કોજાગરી પૂર્ણિમા / રાસ પૂર્ણિમા)
24 નવેમ્બર, 2026મંગળવારકાર્તિક પૂર્ણિમા (કારતક પૂર્ણિમા)
23 ડિસેમ્બર, 2026બુધવારમાર્ગશીર્ષ પૂર્ણિમા (માગશર પૂર્ણિમા)