Jai Veeru Friendship: એવું કહેવાય છે કે આપણા જીવનમાં દરેક સંબંધોનું એક અલગ જ મહત્વ રહેલું છે… દરેક સંબંધોની એક અલગ જ ઓળખ હોય છે, પણ તમામ સંબંધોથી સૌથી સર્વોચ્ચ શિખર પર કંઈ હોય તો તે મિત્રતા છે, એક એવો સંબંધ કે જેમાં વ્યક્તિ ખુલીને જીંદા દિલ જીંદગી જીવે છે… અભિનેતા ધર્મેન્દ્રન જીવનમાં આમ તો ખાસ મિત્રોમાં અમિતાભ બચ્ચેનું નામ મોખરે છે. અમિતાભને ધર્મેન્દ્ર અમિત કહીને બોલાવતા હતા.
અમિતાભ પણ તેમના મોટાભાઈ સમાન ધર્મેન્દ્ર (Dharmendra)નું ખૂબ જ સન્માન કરતાં હતા. તેમની મિત્રતા દાયકાઓ સુધી ચાલી. તેમણે સાથે સ્ટારડમનો અનુભવ કર્યો, ફિલ્મોમાં સાથે અભિનય કર્યો, સાથે સુખ-દુઃખ વહેંચ્યા, અને સાથે મળીને તેમણે સિનેમાને જય-વીરુની યાદગાર જોડી આપી, જેમની મિત્રતા પૂરી દુનિયામાં યાદ રહેશે.

આજે ધર્મેન્દ્રના નિધન અમિતાભને માટે જાણો વજ્રાઘાત સાબિત થયો છે. ભલે તેઓ મૌન છે કંઈ કહેતા નથી પરંતુ તેમનું મૌન સત્ય કહી રહ્યું છે કે હા તેમના મોટા ભાઈ અને શ્રેષ્ઠ મિત્ર ધર્મેન્દ્ર કાયમ માટે ચાલ્યા ગયા છે. તાજેતરમાં જ્યારે ધર્મેન્દ્ર બીમાર પડ્યા ત્યારે તેમણે તેમના શૂટિંગ અને વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢ્યો અને તરત જ તેમને મળવા ગયા. અમિતાભ બચ્ચન તેમના મોટા ભાઈ અને મિત્ર ધર્મેન્દ્રને મળવા માટે જાતે કાર ચલાવતા હતા, પરંતુ શું તમે જાણો છો કે આ મિત્રતા વર્ષો પહેલા શરૂ થઈ હતી અને આ મિત્રતાએ હિન્દી સિનેમાને ઘણી યાદગાર ફિલ્મો પણ આપી હતી.

ધર્મેન્દ્ર અને અમિતાભની મિત્રતા આ રીતે શરૂ થઈ
ઘણા લોકો માને છે કે અમિતાભ અને ધર્મેન્દ્રની મિત્રતા 1975માં આવેલી ફિલ્મ શોલેના સેટ પર શરૂ થઈ હતી, પરંતુ તે સાચું નથી. ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની મિત્રતા ચુપકે ચુપકેના સેટ પર શરૂ થઈ હતી. હકીકતમાં ધર્મેન્દ્ર તે સમયે અમિતાભના સિનિયર હતા. અમિતાભે 1969માં ફિલ્મમાં એન્ટ્રી કરી હતી, જ્યારે ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.

આ સ્થિતિમાં ધર્મેન્દ્ર એક સિનિયર અભિનેતા હોવા ઉપરાંત અમિતાભથી ઉંમરમાં પણ મોટા હતા. અમિતાભ અને ધર્મેન્દ્રની મિત્રતા હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ચુપકે ચુપકેના સેટ પર શરૂ થઈ હતી. શરૂઆતમાં અમિતાભ સેટ પર ધર્મેન્દ્રને એક સિનિયર અભિનેતાની જેમ માન આપતા હતા, પરંતુ જ્યારે ધર્મેન્દ્રએ પોતાના દેશી અંદાજમાં અમિતાભને પોતાનો નાનો ભાઈ કહીને મિત્રતાનો હાથ લંબાવ્યો ત્યારે તેમની મિત્રતા આ ફિલ્મના સેટ પર શરૂ થઈ.

શોલેએ જય-વીરુને માન્યતા આપી
ચુપકે ચુપકે બાદ અમિતાભ અને ધર્મેન્દ્ર શોલેમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મે જાણે કે અમિતાભ અને ધર્મેન્દ્રની ઓન-સ્ક્રીન જોડીને સ્ક્રીનની બહાર અને સ્ક્રીન પર બ્લોકબસ્ટર બનાવી દીધી. શોલેના જય અને વીરુએ થિયેટરોમાં પ્રભુત્વ મેળવ્યું અને શોલેનું નામ દરેકના હોઠ પર રહ્યું. તેથી જ આ ક્લાસિક ફિલ્મ આજે પણ અજોડ છે.
શોલેમાં કામ કર્યા પછી અમિતાભ અને ધર્મેન્દ્રની મિત્રતા ગાઢ બની. એવું કહેવાય છે કે ધર્મેન્દ્રએ અમિતાભને ફિલ્મમાં જયનું પાત્ર અપાવ્યું હતું. હકીકતમાં એક ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્રએ ફિલ્મ માટે રમેશ સિપ્પીને ધર્મેન્દ્રનું નામ સૂચવ્યું હતું. જેના કારણે અમિતાભને શોલેમાં વીરુનું પાત્ર મળ્યું.

