Celina Jaitly Domestic Violence Case: બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ તેમના પતિ પીટર હૉગ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમના પતિએ તેમને શારીરિક , માનસિક અને જાતીય રીતે સતાવણી કરી છે. સેલિનાએ તેમના પતિ પીટર હૉગ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. અહેવાલો મુજબ મુંબઈ (અંધેરી)ના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સમક્ષ સેલિનાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રૂપિયા 50 કરોડના વળતરની માંગ
પીટર હૉગ ઓસ્ટ્રેલિયાના નિવાસી છે. સેલિનાએ ઘરેલુ હિંસા ઉપરાંત અન્ય ગંભીર આરોપો પણ લગાવ્યા છે અને 50 કરોડ રૂપિયાની માંગ કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સને મળેલી માહિતી અનુસાર મંગળવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સમક્ષ સેલિના જેટલીના પતિ પીટર હૉગ વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ કેસ વેરિફિકેશન અને નોટિસ માટે આવ્યો હતો. એએનઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ સેલિના જેટલીએ તેમની આવકના સ્ત્રોત અને મિલકતના નુકસાનની ભરપાઈ માટે 50 કરોડ રૂપિયાની માંગ કરી છે.

ઓસ્ટ્રિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી
અરજીમાં વધુમાં જણાવાયું છે કે તેના પતિએ આ વર્ષે ઓગસ્ટમાં ઓસ્ટ્રિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેટલીએ માંગ કરી છે કે તેના અલગ થયેલા પતિને વળતર તરીકે 50 કરોડ અને ભરણપોષણ તરીકે 10 લાખ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવે.
સેલિના જેટલી પૂર્વ મિસ ઇન્ડિયા વિજેતા રહી ચુકી છે.સેલિના અને પીટર હાગના લગ્ન 2011 માં ઓસ્ટ્રિયામાં થયા હતા. માર્ચ 2012 માં આ દંપતી જોડિયા પુત્રોના માતા-પિતા બન્યા. 2017 માં સેલિનાએ ફરીથી જોડિયા પુત્રોને જન્મ આપ્યો, જેમાંથી એકનું હાયપોપ્લાસ્ટિક હૃદય રોગને કારણે દુઃખદ મૃત્યુ થયું.

સેલિના જેટલી પૂર્વ મિસ ઇન્ડિયા વિજેતા રહી ચુકી છે. છેલ્લા કેટલાક સમયથી તે તેમના ભાઈ મેજર (નિવૃત્ત) વિક્રાંત જેટલીને કારણે પણ પરેશાન છે. સેલિનાનું કહેવું છે કે સપ્ટેમ્બર 2024 થી યુએઈમાં તેમના ભાઈને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સેલિના લાંબા સમયથી તેમના ભાઈ સાથે જોડાયેલી પોસ્ટ્સ કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય અધિકારીઓ સેલિના જેટલીના ભાઈને મદદ કરવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે.

