Ahmedabad News: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની મહિલા સેલ રાતે મહિલાઓની સુરક્ષા મજબૂત બને તે માટે 30 દિવસની સુરક્ષા ડ્રાઇવ ચલાવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 19 જેટલા ગુના નોંધાયા છે. મોલ, રિવરફ્રન્ટ, બ્રિજ નીચે, ગીચતા ધરાવતા વિસ્તારમાં મહિલા પોલીસની પેટ્રોલિંગ ટીમો સક્રિય જોવા મળી રહી છે.
વિવિધ કિસ્સા વિશે જાણો
- મુમતપુરા પાસેના સૂમસામ રસ્તા પર ચાલતા કેફેના પાર્કિંગમાં એક કારમાં યુવક-યુવતીઓ સિગારેટ પીતાં જોવા મળ્યા હતાં. પોલીસે તેમને સમજાવી કાચની ડાર્ક ફિલ્મ ઉતારી મેમો આપ્યો હતો.
- VIP રોડ પર એક મહિલાની કારનો કાચ તોડી પૈસા, દાગીના ભરેલું પર્સ કોઈ ચોરી ગયું હતું. પોલીસ વાન જોઈ તેણે મદદ માગી હતી. તેને 121 પર કોલ કરાવી ફરિયાદ નોંધાવી હતી.
- ગુલબાઈ ટેકરામાં વિજય મકવાણા નામનો યુવક ગાળો બોલી રહ્યો હતો. બાજુમાં મહિલાઓ ઊભી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ ટીમે ત્યાં પહોંચીને તેને પકડી ફરિયાદ નોંધી હતી.

