અમદાવાદ એરપોર્ટ પાસેનાં 46 બિલ્ડિંગનો સર્વે કરાયો, વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં અડચણરૂપ બાંધકામો તોડી પડાશે

વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન નડતરમાં આવતી બિલ્ડિંગોના છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિયમો અનુસાર અનેક એરોનોટિકલ સર્વેક્ષણો અને સલામતી ઓડિટ હાથ ધરાયા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 25 Nov 2025 08:09 AM (IST)Updated: Tue 25 Nov 2025 08:09 AM (IST)
a-survey-has-been-conducted-of-46-buildings-around-ahmedabad-airport-that-pose-a-threat-to-aircraft-takeoff-and-landing-643981

Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટની આસપાસ વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં નડતરરૂપ 46 બિલ્ડિંગનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 13 નડતરરૂપ બિલ્ડિંગ હટાવાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંકલનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) અમદાવાદની આસપાસ બિલ્ડીંગોની ઊંચાઈના ઉલ્લંઘનને રોકવા માટે કડક અમલીકરણ શરૂ કર્યું છે.

સર્વે કરવામાં આવ્યો

વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન નડતરમાં આવતી બિલ્ડિંગોના છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિયમો અનુસાર અનેક એરોનોટિકલ સર્વેક્ષણો અને સલામતી ઓડિટ હાથ ધરાયા છે. આ સર્વે બાદ કેટલાક બાંધકામ અવરોધ મર્યાદાનું ઉલ્લંઘન કરતાં હોવાનું સામે આવેલ છે. નવેમ્બર 2022 ની સમીક્ષા બાદ ડીજીસીએએએ જાન્યુઆરી 2024માં એરક્રાફ્ટ નિયમો 1994 હેઠળ એરપોર્ટની આસાપાસની 46 બિલ્ડિંગોના છેલ્લી વોર્નિંગ આપી છે, જેમાં 28 મકાન માલિકોએ આદેશનું પાલન કર્યું હતું. જ્યારે ચાર અપીલ હેઠળ છે અને એકને એરોનોટિકલ અભ્યાસ માટે મોકલવામાં આવ્યો છે.

13 બિલ્ડિંગ તોડી પડાશે

AMC દ્વારા 13 બિલ્ડિંગના અડચણરૂપ અવરોધ દૂર કરવાના બાકી છે. અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન ક્રેશ બાદ એરપોર્ટ મેનેજમેન્ટે મ્યુનિ. કોર્પોરેશનને સ્થળની જાત ચકાસણી બાદ જ બિલ્ડીંગ યુઝ પરમીશન આપવા વિનંતી કરી છે. એકવાર ડીજીસીએએ એરક્રાફ્ટ રૂલ્સ 1937 હેઠળ કોઈ બિલ્ડિંગમાં વધારાનું બાંધકામ અવરોધરૂપ જાહેર કર્યા બાદ તોડી પાડવું ફરજિયાત છે.

  • રેડ ઝોનમાં આવતી બિલ્ડિંગોની હાઇટ માટે NOC લેવું ફરજિયાત
  • એરપોર્ટની 20 કિમીની આસપાસ બિલ્ડીંગોની હાઈટ ક્લિયરન્સ માટે nocas2.aai.aero પર અરજી કરી શકાય છે
  • કલર-કોડેડ ઝોનિંગ મેપ : રેડ ઝોનમાં આવતી બિલ્ડિંગોને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઊંચાઈ માટે NOC ફરજિયાત
  • ઊંચાઈ NOC બેડ ઝોન : અનુમતિ પત્ર ઊંચાઈ કરતાં વધુ કોઈ પણ માળખા માટે ક્લીયરન્સ જરૂરી
  • રોડ અને રેલવે : GSR 751 (E)ના નિયમ 4 હેઠળ એરપોર્ટ સીમાઓથી 1 કિમીની અંદરના પ્રોજેક્ટ માટે ઊંચાઈ ક્લિયરન્સ ફરજિયાત છે
  • હાઈટેન્શન લાઇન : રનવે એપ્રોચ અને ટેક-ઓફ સપાટીઓના 1,500 મીટરની અંદર EHT/HT લાઇન્સ પ્રતિબંધિત છે.