Gujarat News Today Live: ગાંધીનગરની મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરની મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉતરાયણ પર્વને હજી દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યારે સુરતમાંથી પતંગની દોરીના કારણે ગંભીર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉધના દરવાજા બ્રિજ પર પતંગની દોરીના કારણે એક આધેડનું ગળું ચિરાઈ ગયું હતું અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિરમદડ - નવા વિરમદડ માર્ગનું રિસરફેસીંગની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામે વાહનચાલકો સુરક્ષિત પરિવહન કરી શકશે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, અમદાવાદના લાલ દરવાજા સ્થિત વસંત ચોક ખાતેથી એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભૂષણ ભટ્ટ અને સાંસદ દિનેશ મકવાણાના નેતૃત્વ હેઠળ આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને, બાળકોએ લગાવેલા દેશભક્તિના નારાથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી તરબોળ થઈ ગયું હતું, જે આ યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, સૌરાષ્ટ્ર પ્રદેશમાં આજે વહેલી સવારે 03:06 કલાકે 3.0ની તીવ્રતાનો હળવો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલા, સૌરાષ્ટ્રથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું.
અમદાવાદમાં હવામાન બદલાતાની સાથે જ બાળકોમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં નવેમ્બર મહિનામાં કુલ 2600 બાળકો શરદી, ખાંસી અને તાવ જેવી વાઇરલ બીમારીઓની સારવાર માટે આવ્યા હતા. રાત્રિના તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે બાળકોની ઓછી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વાઇરસની ઝપેટમાં આવી રહી છે, અને શાળાઓમાં નજીકના સંપર્કના કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.