Jagran-DigiKavach Abhiyan: જાગરણ-ડિજીકવચ અભિયાન;અમદાવાદ ખાતે વરિષ્ઠ નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું તે અંગે માહિતી આપવામાં આવી

જાગરણ ન્યુ મીડિયાના એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાયે આ અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સાઈબર અપરાધી વરિષ્ઠ નાગરિકોને વધારે નિશાન બનાવી રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 24 Nov 2025 09:26 PM (IST)Updated: Mon 24 Nov 2025 09:33 PM (IST)
jagran-digikavach-abhiyan-senior-citizens-in-ahmedabad-were-informed-about-how-to-avoid-online-fraud-643893

Ahmedabad:અમદાવાદ ખાતે દૈનિક જાગરણ અને વિશ્વાસ ન્યૂઝના સહયોગથી ગૂગલે પોતાના પ્રતિષ્ઠિત 'ડિજીકવચ' કાર્યક્રમ અંતર્ગત રવિવારે વરિષ્ઠ નાગરિકોને માટે સેમિનારનું આયોજન કર્યું હતું.'વરિષ્ઠ નાગરિકોની ડિજિટલ સુરક્ષાઃ સચ કે સાથી'અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

સદવિચાર પરિવાર ભવનમાં આયોજીત આ કાર્યક્રમમાં જાગરણ ન્યુ મીડિયાના એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાયે આ અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સાઈબર અપરાધી વરિષ્ઠ નાગરિકોને વધારે નિશાન બનાવી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે સાવધાન રહેવું જરૂરી છે. જો તમારી સાથે કોઈ ક્રાઈમ થાય છે તો તેની ફરિયાદ સાઈબર સેલ અથવા પોલીસને ચોક્કસપણે કરવી.

તેમણે ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ફેસ્ટિવલ સિઝન સ્કેમ અને ફેક જોબ સ્કેમ પર વિશેષ પ્રકાશ પાડતા કહ્યું કે સ્કેમર્સ લોકોને અનેક ગણો લાભ થવાની લાલચ આપીને કોઈ સ્કીમ અથવા પ્લેટફોર્મ પર રોકાણ કરવા માટે કહે છે. આ માટે તે કોઈ પ્રતિષ્ઠિત લોકોના ડીપફેક વીડિયો બનાવીને રોકાણ કરવા માટે ભાર આપે છે. આ પ્રકારના કોઈ પણ વીડિયો અથવા પોસ્ટ સામે આવે તો તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા જોઈએ નહીં. અગાઉ તેને સ્કીમ અંગે સંપૂર્ણ તપાસ કરી લેવી જોઈએ.

કાર્યક્રમમાં ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સાયબર ગુનેગારો ઇમેઇલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા માહિતી મોકલીને લોકોને નોકરીની ઓફર આપીને લલચાવે છે. આ માટે શરૂઆતમાં પૈસા પણ માંગવામાં આવે છે. સ્કેમર્સ એમ પણ કહે છે કે આ માટે કોઈ ઇન્ટરવ્યૂ નહીં હોય અને સીધી ભરતી થશે.

કેટલીકવાર લોકોને સરકારી નોકરીનું વચન આપીને ફસાવી દેવામાં આવે છે. જો કોઈ અરજી કે ઇન્ટરવ્યૂ વિના નોકરી આપે છે અથવા શરૂઆતમાં પૈસાની માંગણી કરે છે તો સાવધાન રહો. જો કોઈ કંપની કે સરકારી વિભાગ નોકરીની જાહેરાત કરે છે તો તેની માહિતી ચોક્કસપણે તેની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવે છે. પહેલા ત્યાં જઈને તેની તપાસ કરવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે સદવિચાર પરિવાર ભવન અગાઉ અમદાવાદના ઘાટલોડિયા સ્થિત કલાસાગર મોલમાં પણ આવો જ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ વિશે માહિતી
'વરિષ્ઠ નાગરિકોની ડિજિટલ સુરક્ષા :સચ કે સાથી'અભિયાન હેઠળ દૈનિક જાગરણ ડિજિટલ અને વિશ્વાસ ન્યૂઝની ટીમો દેશભરમાં સેમિનાર અને વેબિનાર દ્વારા તાલીમ આપી રહી છે.

આ પહેલ હેઠળ 20 રાજ્યોના 30 શહેરોમાં તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાત ઉપરાંત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ,બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ,મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા,પંજાબ અને ઉત્તરાખંડ સહિત 20 રાજ્યોમાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.લોકોને ઓનલાઈન છેતરપિંડીને ઓળખવા અને તેનાથી બચવા માટે તાલીમ આપવામાં આવી રહી છે.

ગુગલનું 'ડિજીકવચ'અભિયાન ભારતમાં ઓનલાઈન છેતરપિંડી સામે લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે.આ અભિયાનનો હેતુ છેતરપિંડી અને કૌભાંડો વિશે જાગૃતિ લાવવાનો છે.

કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે મુલાકાત લોઃ https://www.jagran.com/digikavach