Ranchhodrai Temple Dabhoda: ગાંધીનગર નજીક આવેલ ડભોડા ગામમાં નદી કિનારે આવેલા પ્રસિદ્ધ રણછોડરાય મંદિર ખાતે ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવ માટેના તમામ આયોજનોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
મહોત્સવનું આયોજન અને ધાર્મિક કાર્યક્રમો
આ ત્રણ દિવસીય મહોત્સવમાં રાજ્યના તમામ ભક્તો અને સંતો ઉમટી પડશે. મહોત્સવના મુખ્ય ધાર્મિક કાર્યક્રમો આગામી 24, 25 અને 26મી એ યોજાનાર છે. આ ત્રણ દિવસ દરમિયાન મંદિરે દેવોનુ પૂજન, આરતી, ડાયરા, ભજન સંધ્યા, શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મહોત્સવમાં જળયાત્રા, મૂર્તિનું અનાવરણ, મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, શિખર પ્રતિષ્ઠા તથા મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પ્રસિદ્ધ લોક કલાકારો, સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા યોજાશે.
આ પણ વાંચો
મંદિરની વિશેષતા અને શણગાર
ડભોડા ખાતે આવેલું આ રણછોડરાયજી મંદિર પંથકમાં આસ્થાનું એકમાત્ર કેન્દ્ર છે. આ મંદિર રણછોડરાયજી મંદિરના જીર્ણોદ્ધાર તેમજ સંતશ્રી દાદુરામ મહારાજ અને આચાર્ય રામ મહારાજની મૂર્તિનું અનાવરણ કરવાના હેતુથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે. નદી કિનારે આવેલા આ મંદિરની તથા આસપાસના તમામ માર્ગોની રોશની તેમજ સમાજ બંધના તમામ માર્ગોને શણગારવામાં આવ્યા છે. રણછોડરાય ભગવાનના મંદિર ખાતે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સમસ્ત ગામના લોકો પણ ઉત્સાહથી જોડાઈને રોશની અને મંડપથી સજાવટ કરી રહ્યા છે.

