Gandhinagar News: ઓઈલ-રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ખાતે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 21 Nov 2025 11:12 PM (IST)Updated: Fri 21 Nov 2025 11:12 PM (IST)
state-level-mock-drill-review-meeting-held-under-the-chairmanship-of-additional-chief-secretary-for-oil-chemical-disaster-management-dr-jayanti-ravi-642318

Gandhinagar News:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ખાતે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ મોકડ્રીલની સમીક્ષાના ભાગરૂપે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેમાં જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ અને સુરત સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આયોજિત મોકડ્રીલ વિશે વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી કલેક્ટરઓથી વિગતો મેળવી હતી. આવનારા સમયમાં કોઈ પણ આપત્તિ સમયે કેવા પ્રકારની તૈયારી – પગલા ભરી શકાય તે અંગે કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓને અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ માર્ગદર્શન આપ્યું હતું.

આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનો સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે.

ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય છે. એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ મુખ્ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્ક-સ્ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્યક છે.

આ સમીક્ષા બેઠકમાં NDMA, GSDMA, SEOC, NDRF, SDRF, વિવિધ સૈન્ય દળો ઉપરાંત વિવિધ સંલગ્ન વિભાગો, સંસ્થાઓના પ્રતિનિધિ-નોડલ અધિકારી હાજર રહ્યા હતા. આ ઉપરાંત જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ અને સુરતના કલેક્ટરશ્રીઓએ વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી મોકડ્રીલ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.