Vantara: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ગુરુવારે બપોરે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેઓ વીવીઆઈપી સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સના 'વનતારા' પ્રોજેક્ટની મુલાકાત લેવા માટે રવાના થયા હતા.
VIDEO | Gujarat: US President Donald Trump’s son Donald Trump Jr. arrives in Jamnagar.
— Press Trust of India (@PTI_News) November 20, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/LB6xE4YQiy
મુલાકાતની વિગતો અને સુરક્ષા વ્યવસ્થા
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગર આગમન રિલાયન્સના આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોને કારણે થતું રહે છે, કારણ કે જામનગર એરપોર્ટ પર દેશ-વિદેશના સેલિબ્રિટીઝની અવરજવર ધમધમે છે. ટ્રમ્પના પુત્ર ગુરુવારે સાંજે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નાના પુત્ર સાથે જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા. ટ્રમ્પના પુત્ર આજે દિલ્હીના આગરામાં આવેલા તાજમહેલથી પ્લેન મારફતે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમના આગમન દરમિયાન વીવીઆઈપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એરપોર્ટને કોર્ડન કરી દેવાયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર તેમનો કાફલો લઈને ચુસ્ત સિક્યોરિટી સાથે રિલાયન્સ વનતારામાં જવા રવાના થયા હતા.
વનતારા પ્રોજેક્ટનું મહત્વ
રિલાયન્સ દ્વારા ચલાવવામાં આવતા 'વનતારા' (Vantara) પ્રોજેક્ટને કારણે જામનગર એરપોર્ટની ગતિવિધિઓ વધી છે. આ પ્રોજેક્ટ વિશ્વના સૌથી મોટા પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર તરીકે સ્થાપિત થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા વિશ્વભરના ઈજાગ્રસ્ત અને જોખમમાં મૂકાયેલા પ્રાણીઓના બચાવ, સારવાર અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ મુલાકાત વૈશ્વિક સ્તરે જામનગર અને રિલાયન્સના પ્રોજેક્ટને વધુ ઓળખ અપાવે છે. ટ્રમ્પના પુત્રની આ મુલાકાત ગુજરાત માટે એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટના ગણાય છે.

