Trump Jr. visits Vantara: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયર હાલમાં ભારતની મુલાકાતે છે. ઉદયપુરમાં લગ્ન પ્રસંગના મહેમાન બનેલા ટ્રમ્પ જુનિયરે જામનગરમાં આવેલા વનતારા એનિમલ કન્ઝર્વેશન પ્રોજેક્ટની પણ મુલાકાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે શિકારના શોખીન છે.
વનતારા પર જુનિયર ટ્રમ્પનું નિવેદન
વનતારાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, આ પ્રાણીઓનું જીવન મારા કરતાં પણ સારું છે. ટ્રમ્પ જુનિયરે આ પ્રકારનો પ્રોજેક્ટ આ પહેલા ક્યારેય પણ જોયો નથી તેવું પણ સ્વિકાર્યું છે. ટ્રમ્પ જુનિયરે ગુરુવારે વનતારાની મુલાકાત કરી હતી. એ પછી શુક્રવારે ઉદયપુર જવા માટે રવાના થયા હતા. પ્રાણીઓની જાળવણી અને સારવાર માટે અહીં કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી હતી.
અનંત અંબાણી સાથેના એક વીડિયો મેસેજમાં ટ્રમ્પ જુનિયરે કહ્યું કે, 'મેં અદભૂત અનુભવ મેળવ્યો છે. આ પ્રોજેક્ટ એક વિઝન છે. જેનો લાભ તમામ પ્રાણીઓને સારી રીતે મળી રહ્યો છે. અહીં તેમની સારવાર કરીને તેમને નવજીવન મળી રહ્યું છે. હું જીવું છું તેના કરતા પણ આ પ્રાણીઓનું જીવન સારું છે.
શા માટે ટ્રમ્પ જુનિયરની ટીકા થઈ?
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર શિકારના મોટા શોખીન છે. અગાઉ ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન કરેલા શિકારની તસવીરોના કારણે વિશ્વભરમાં વન્યજીવ પ્રેમીઓ તેમજ સંરક્ષકોમાં નારાજગી જોવા મળી હતી.

