Nadiad News: વડતાલધામમાં શ્રી શિક્ષાપત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ, મંદિરમાં બિરાજતા દેવોને કેસર અભિષેક કરાયો

અખંડધૂનમાં જ્ઞાનબાગ સમર્પિત 200 ભક્ત-સેવકો ધૂનમાં જોડાયા છે. વડતાલ અખંડધૂન માટેનું મહત્ત્વનું કેન્દ્ર છે. અખંડધૂનનો પ્રારંભ તા. 7-10-2006 સવારે 8 વાગ્યે કરવામાં આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 31 Oct 2025 08:22 PM (IST)Updated: Fri 31 Oct 2025 08:22 PM (IST)
nadiad-news-shree-shikshapatri-mahotsav-begins-at-vadtaldham-keshar-abhishek-performed-630146

Nadiad News: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલ શ્રી શિક્ષાપત્રી લેખન તથા શ્રી આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબાપૂર્વક ગુરૂવારે શુભારંભ કરવામાં આવ્યો હતો. મહોત્સવના બીજા દિવસે સવારે મંગળા આરતી બાદ મંદિરમાં બિરાજતા દેવોને કેસર અભિષેક કરવામાં આવ્યો હતો.

અભિષેકના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.શણગાર આરતી બાદ નંદ સંતોના આસને આવેલ સદગુરૂ સ્વયંમપ્રકાશાનંદ તથા સદગુરૂ મંજુકેશાનંદ સ્વામીના આસને વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી સત્સંગભૂષણ સ્વામી, સત્યપ્રકાશદાસજી સ્વામી, વિશ્વપ્રકાશદાસજી સ્વામી (સાવદા), ધોલેરા મંદિરના કોઠારી હરિકેશવદાસજી સ્વામી તથા લાલજીભગત (જ્ઞાનબાગ) ધ્વારા સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં આજથી ૧૨ કલાક અખંડ ધૂનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

અખંડધૂનમાં જ્ઞાનબાગ સમર્પિત 200 ભક્ત-સેવકો ધૂનમાં જોડાયા છે. વડતાલ અખંડધૂન માટેનું મહત્ત્વનું કેન્દ્ર છે. અખંડધૂનનો પ્રારંભ તા. 7-10-2006 સવારે 8 વાગ્યે કરવામાં આવ્યો હતો.વડતાલમાં છેલ્લા 18 વર્ષ 2 મહિના 19 દિવસ એટલે કે 1,59,720 (એક લાખ ઓગણસાઈઠ હજાર સાતસો વીસ) કલાકથી અખંડધૂન થઇ રહી છે. જેમાં સંખેડા તાલુકાના હરિભક્તો અગ્રેસર છે. આ ઉપરાંત શુક્રવારે સવારે શ્રી હરિ યાગનો આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરૂ સંતોના હસ્તે કરવામાં આવ્યો હતો.

સંસ્થા ધ્વારા શ્રીજી મહારાજના સર્વજીવ હિતાવહના સંદેશને સાકાર કરવામાં માટે શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પે.હોસ્પિટલમાં સર્વ રોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ડાયાબિટીસ,બ્લડપ્રેસર,શ્વાસ,ફેફસાના હાડકાના તથા સ્ત્રીરોગ નિદાન, બાળરોગ, નેત્ર કેમ્પ વિગેરે પ્રકારના નિદાન તથા સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સભામંડપમાં સવારે 9 થી 12 કલાક દરમ્યાન પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ) તથા બપોરના 4 થી 7 દરમ્યાન પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધારધામ) ધ્વારા સુમધુર સંગીત સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે. બપોરે વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનુ રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજે 6 કલાકે સભામંડપમાં શિક્ષાપત્રી ગ્રંથનું સુકામેવા ધ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.