Navsari News: દક્ષિણ ગુજરાતમાં શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે નવસારીઅને સુરત જીલ્લામાં વહેલી સવારે ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ગાઢ ધુમ્મસના કારણે હાઈવે સહિતના માર્ગો પર વિઝિબિલિટી (દૃશ્યતા) ઘણી ઓછી થઈ ગઈ હતી. જેથી વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હાલ શિયાળાની ઋતુ ધીમે ધીમે પગરણ જમાવી રહી છે અને શહેરવાસીઓ ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે. નવસારીમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ગાઢ ધુમસના કારણે વિઝીબલીટી ઓછી હતી. જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસનું સામ્રાજ્ય: નવસારી-સુરતમાં વહેલી સવારે વિઝિબિલિટી ઘટી, વાહનવ્યવહારને અસરhttps://t.co/Y5XlYqhxBm#gujarat #GujaratiNews #GujaratNews #fog #todaynews pic.twitter.com/RekrTKRYpC
— rakesh shukla (@rakeshashukla) November 6, 2025
આ ધુમ્મસ એટલો ગાઢ હતો કે હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકો ધીમી ગતિએ વાહનો હંકારતા જોવા મળ્યા હતા,
અત્યાર સુધી નવસારીમાં બેવડી ઋતુનો અનુભવ થતો હતો, જેમાં રાત્રે અને સવારે ઠંડક જ્યારે દિવસે બફારો અને ગરમીનો અનુભવ થતો હતો. જોકે, આ ધુમ્મસના કારણે હવે શિયાળાની ઋતુની વિધિવત શરૂઆત થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે. વાતાવરણમાં ઠંડકનો માહોલ વધતા લોકો ગરમ કપડાં અને શિયાળાની તૈયારીઓમાં લાગી ગયા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે, જે સાથે શિયાળાની ઠંડી વધુ અનુભવાશે. નવસારી ઉપરાંત સુરત જિલ્લાના માંડવી, કીમ, પલસાણા, કામરેજ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

