Palanpur News: રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનું જોર દિવસેને દિવસે વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે અહીંનું તાપમાન સતત ઘટી રહ્યું છે. માઉન્ટ આબુના સૌથી ઊંચા શિખર ગુરુશિખર પર તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું છે.
બરફની ચાદર પથરાઇ
ગુરુશિખર પર તાપમાન માઇનસમાં જતાં માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન હજી વધુ ઘટશે તેવી શક્યતા છે. માઉન્ટ આબુમાં ઠંડીના કારણે પોલો ગ્રાઉન્ડમાં અને વાહનોના કાચ પર બરફની ચાદર જોવા મળી હતી. વાહનોના કાચ પરથી બરફ દૂર કરીને લોકોને રસ્તા પર નીકળવું પડ્યું હતું. માઇનસ ડિગ્રી તાપમાનના કારણે ખુલ્લામાં રાખેલી પાણીની પાઇપલાઇનનું પાણી પણ થીજી ગયું હતું. ઠંડીનું જોર વધતાં પ્રવાસીઓ જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે રાત્રિના સમયે લોકો તાપણીનો સહારો લઈ રહ્યાં છે. જોકે, ઠંડીને કારણે હોટેલોમાં બુકિંગ વધવાના સંકેત છે.

