Palanpur: બનાસકાંઠામાં NCBની મોટી કાર્યવાહી, અમદાવાદના ફાર્મા કંપનીના માલિક દંપતી ઝડપાયા

બનાસકાંઠામાં કેફી દ્રવ્યોનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે NCBની ટીમે દરોડા પાડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 09 Nov 2025 10:28 AM (IST)Updated: Sun 09 Nov 2025 10:28 AM (IST)
palanpur-ncb-takes-major-action-in-banaskantha-ahmedabad-pharma-company-owner-couple-arrested-634864
HIGHLIGHTS
  • ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ અને તેની પત્નીનો સમાવેશ થાય છે, જેઓ ફાર્મા કંપનીના ડાયરેક્ટર છે.
  • આ દંપતીએ છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતની NDPS દવાઓ ગેરકાયદેસર રીતે માર્કેટમાં વેચી દીધી હતી.

Palanpur News: નેશનલ નાર્કોટિક્સ બ્યુરો એ ગુજરાતમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં અમદાવાદની એક ફાર્મા કંપનીના માલિક દંપતીની ધરપકડ કરી છે. બનાસકાંઠામાં કેફી દ્રવ્યોનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે NCBની ટીમે દરોડા પાડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

પાંચ કરોડથી વધુનો કારોબાર

ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ અને તેની પત્નીનો સમાવેશ થાય છે, જેઓ ફાર્મા કંપનીના ડાયરેક્ટર છે. NCBની તપાસમાં ખુલાસો થયો છે કે આ દંપતીએ છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતની NDPS દવાઓ ગેરકાયદેસર રીતે માર્કેટમાં વેચી દીધી હતી.

પોલીસે આરોપીઓના કબજામાંથી રૂપિયા 3.80 લાખ રોકડા, તેમજ માર્કેટમાં અંદાજે રૂપિયા 42.51 લાખની કિંમતનું 5 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને યુવાનોમાં નશા માટે થતો હતો. ઉપરાંત, 15,000થી વધુ ડ્રગ કેપ્સ્યુલ પણ માર્કેટમાં વેચાઈ હોવાનું સામે આવ્યું છે.

વલસાડમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ

આ કાર્યવાહીના ભાગરૂપે NCB અને SOG પોલીસની ટીમે વલસાડમાં પણ દરોડો પાડ્યો હતો. અહીં એક ગેરકાયદેસર ફેક્ટરી પકડાઈ છે, જ્યાં મેફેડ્રોન જેવા ખતરનાક સિન્થેટિક કેમિકલ બનાવવામાં આવતું હતું. DRDO અને DRIની કાર્યવાહીમાં છૂટી ગયેલી આ ફેક્ટરીમાંથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ફેક્ટરીમાં કોઈપણ કાયદેસરની પરવાનગી વગર રંગહીન અને સ્વાદહીન પાવડર સલિનાના મધ્યસ્થીમાંથી બનાવવામાં આવતો હતો, જેનો ઉપયોગ કેમિકલ બનાવવામાં થતો હતો.