Rajkot Market Yard Bhav: રાજકોટ માર્કેટ યાર્ડમાં લીલી હળદરની આવક થઇ, જાણો આજનો નવો ભાવ

સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 25 Nov 2025 02:36 PM (IST)Updated: Tue 25 Nov 2025 02:36 PM (IST)
apmc-rajkot-market-yard-vegetable-bhav-today-25-november-2025-aaj-na-bajar-bhav-644247

Rajkot APMC Market Yard Vegetable Bhav Today (રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ) 25 November 2025: આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ282617
પપૈયા72105
બટેટા241557
ડુંગળી સુકી47162
ટમેટા6811179
સુરણ682798
કોથમરી591813
મુળા359527
રીંગણા10111487
કોબીજ278508
ફલાવર314526
ભીંડો6621197
ગુવાર15701991
ચોળાસીંગ7791193
વાલોળ11071507
ટીંડોળા7611280
દુધી341651
કારેલા669957
સરગવો15513197
તુરીયા11311370
પરવર13781579
કાકડી478856
ગાજર482617
વટાણા13171542
તુવેરસીંગ9581305
ગલકા6581027
બીટ227478
મેથી717988
વાલ14521702
ડુંગળી લીલી227358
આદુ10791227
ચણા લીલા2411493
મરચા લીલા358971
હળદર લીલી472605
લસણ લીલું14232011
મકાઇ લીલી305439