Titanic Passenger Watch Auction: 14 એપ્રિલ 1912ના રોજ ટાઇટનિક(Titanic) જહાજ સમુદ્રમાં તેની પહેલી જ સફરમાં ડૂબી ગયું હતું. આ ઘટનાને આજે આશરે 113 વર્ષ થયા છે. આ ઘટનાની ભયાનક યાદો આજે પણ લોકોને ભાવુક કરી દે છે. આ જહાજ ડૂબવાને લીધે 1496 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ખૂબ જ ગણતરીના લોકો જ જીવીત રહી શક્યા હતા.
આ ઘટનામાં મૃત્યુ પામેલ એક વ્યક્તિના મૃત શરીરથી એક પોકેટ ઘડિયાળ એટલે કે પોકેટ વોચ(Pocket Watch) મળી હતી. જેની તાજેતરમાં હરાજી થઈ છે.

આ ઘડિયાળે કરોડોની કમાણી કરીને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે
આ ઘડિયાળે આ રેકોર્ડ તોડી નાંખ્યા
- સોનાની આ ઘડિયાળની હરાજી ઈંગ્લેન્ડમાં થઈ છે. જે દરમિયાન આ જહાજ સાથે સંકળાયેલ અનેક વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું.
- આ તમામ વસ્તુઓમાં સૌથી વધુ આકર્ષણ પોકેટ વોચ હતી, જે રૂપિયા 20 કરોડથી વધારે કિંમત એટલે કે 1.78 મિલિયન પાઉન્ડમાં વેચાઈ છે.
- હરાજીકર્તાઓએ જણાવ્યું હતું કે આ ઘડિયાળે અત્યાર સુધીમાં વેચાણ થયેલ ટાઈટનિક સાથે જોડાયેલી યાદગાર વસ્તુઓના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

આ ઘડિયાળ કોની હતી
- આ પોકેટ વોચ ઈસિડોર સ્ટ્રોસ નામની વ્યક્તિની હતી, જે ટાઈટનિકમાં મુસાફરી કરનારા સૌથી સમૃદ્ધ વ્યક્તિઓ પૈકીની એક હતી.
- વર્ષ 1888માં તેમના 43મા જન્મદિવસે ભેટ તરીકે તેમને 18 કેરેટની કોતરણીવાળી 18 કેરેટની ઘડિયાળ આપવામાં આવી હતી.
- જહાજ ડૂબ્યુ ત્યારબાદ કેટલાક દિવસો સુધી તેનો મૃતદેહ એટલાન્ટીક મહાસાગરમાંથી મળી આવ્યો હતો અને તેની પાસેથી આ ઘડિયાળ મળી હતી.
- તે 18 કેરેટ સોનાની જૂલ્સ જૂર્ગેસન પોકેટ વોચ છે, જે ઈસિડોરની પત્ની ઈડાએ તેને 43માં જન્મ દિવસ નિમિતે ભેટમાં આપી હતી.
ઇસિડોરના પરિવારના સભ્યએ ઘડિયાળ વેચી
તેની શોધ પછી પોકેટ ઘડિયાળ સ્ટ્રોસ પરિવારને સોંપવામાં આવી હતી. ઇસિડોરના પ્રપૌત્ર કેનેથ હોલિસ્ટર સ્ટ્રોસે તેને વેચવાનો નિર્ણય લીધો હતો ત્યાં સુધી તે તેમની માલિકીની હતી. વેચાણ માટે ઉપલબ્ધ કરાવતા પહેલા તેણે રિપેર કરાવી હતી. ટાઇટેનિક જહાજ ડૂબ્યુ ત્યારે આ ઘડિયાળ 02:20 વાગ્યે બંધ થઈ હતી.

