Mishty Kadecha Interview: "લાલો" શ્રીકૃષ્ણ સદા સહાયતે નામની ફિલ્મ સફળતાના શિખરો સર કરી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ પર આધારિત આ ફિલ્મ દરેક દર્શકોનું દિલ જીતી રહી છે. આ ફિલ્મ માટે મેકર્સ અને કલાકારોએ પોતાની જીવ રેડી દીધો છે. ત્યારે આ ફિલ્મમાં ખુશી નામની નાની દીકરીનો રોલ પ્લે કરનાર મિસ્ટી કડેચાએ દર્શકોના માનસ પટલ પર અલગ છાંપ છોડી છે. મિસ્ટીને આ ફિલ્મ કેવી રીતે મળી, સ્ટડી સાથે શૂટિંગ કેવી રીતે મેનેજ કર્યું અને શૂટિંગ દરમિયાન સિનિયર કલાકારો સાથેનું તેનું બોન્ડિંગ કેવું રહ્યું સહિતની બાબતો પર તેના મમ્મી સ્નેહા કડેચાએ ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી હતી. જેના શબ્દશઃ અહીં અમે રજૂ કરીએ છીએ. મહત્ત્વનું છે કે, ચાઈલ્ડ એક્ટર મિસ્ટીનો પરિવાર મૂળ જેતપુરનો છે. મિસ્ટીના ફાધર આઇટી ફિલ્ડમાં છે. મિસ્ટીના મમ્મી ટેટૂ આર્ટિસ્ટ, ડાન્સ આર્ટિસ્ટ અને કોરિયોગ્રાફર છે.

મિસ્ટીને આ ફિલ્મમાં કામ કરવાની તક કેવી રીતે મળી?
ચાઈલ્ડ એક્ટર મિસ્ટીની મમ્મી સ્નેહાબેને જણાવ્યું કે, મારા ભાઈએ આ ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી છે. એટલે અમને આ ફિલ્મ વિશે માહિતી મળી હતી. એટલે એમને રિક્વાયરમેન્ટ હતી, તો એમણે મને કીધું કે મિસ્ટીના વિડિયોને તમે શેર કરો. જો તે લોકો ઇન્ટરેસ્ટેડ હશે તો મુવીમાં રોલ કરવા માટે તો જણાવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વીડિયો જોઈને ફિલ્મના લોકોએ ઇન્ટરેસ્ટ લીધો હતો. જોકે, ફિલ્મમાં ખુશીના રોલ માટે 5-6 છોકરીઓના ઓડિશન લેવામાં આવ્યા હતા. મિસ્ટી પહેલા પણ એક છોકરી સિલેક્ટ થઈ ગઈ હતી. પણ એને કંઈક હેલ્થ ઇસ્યુના કારણે શૂટ કેન્સલ કરવું પડ્યું અને પછી ફિલ્મના લોકોએ મિસ્ટીના વીડિયો જોઈને સિલેક્ટ કરી.
શૂટિંગ અને સ્ટડી બંનેનું મેનેજમેન્ટ તમે કેવી રીતે કર્યું?
સ્નેહાબેને જણાવ્યું કે, શૂટિંગનું શેડ્યુલ મને પહેલેથી જ કહી રાખ્યું હતું. એટલે અમને ખ્યાલ હતો કે, કેટલા દિવસ મિસ્ટીની સ્કૂલ મિસ થશે અને કેટલા દિવસ શૂટિંગ થશે. મહિના બેથી ત્રણ દિવસ એનું શૂટ રહેતું. એટલે એ ટાઈમે જૂનાગઢ છે તે બિલખા અમે લોકો ત્યાં જતા.

મિસ્ટીની ફિલ્મની કાસ્ટ અને ક્રૂ સાથે ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી અને બોન્ડિંગ કેવું હતું?
સ્નેહાબેને કહ્યું કે, મિસ્ટીને ઓફ સ્ક્રિન બધા કલાકારો સાથે મજા આવતી. મિસ્ટી બહુ જલ્દી બહુ બધા સાથે જલ્દી મિક્સ અપ ના થાય. એને બહુ ટાઈમ લાગતો. પણ જેવી એ ફર્સ્ટ ટાઈમ સેટ ઉપર ગઈ તો બધા સાથે ફટાફટ સેટ થઈ ગઈ હતી. તે સ્પોટ બોય, ડાયરેક્ટર અને એક્ટર્સ સહિત બધા સાથે બહુ સારી રીતે સેટ થઈ ગઈ હતી. એને શૂટિંગ ટાઈમ એન્જોય બહુ જ કર્યું છે. એનું બહુ સારું બોન્ડિંગ રીવા સાથે, શૃહદભાઈ સાથે અને કરણભાઈ સાથે. ત્રણેય સાથે બહુ સારું હતું. એમાં પણ સૌથી વધારે એના મજા એને શૃહદભાઈ સાથે આવતી, જે ફિલ્મમાં શ્રીકૃષ્ણ બન્યા છે.
ફિલ્મ સફળ થયા પછી મિસ્ટી શું કહે છે?
આ અંગે મિસ્ટીના મમ્મીએ કહ્યું કે, જ્યારે ફર્સ્ટ ટાઈમ આવી રીતે આમ શૂટને બધું જોયું ને, એટલે એને એમ કે મને આમાં મજા આવે છે. તો શી વોઝ લાઈક પ્રિપેર્ડ કે ભાઈ આ એક મુવી કર્યું છે ને હવે તો હવે મારે બીજું મુવી મને મળવું જોઈએ કે બીજું કોઈ બી કામ આવું હોય ને મળવું જોઈએ તો મારે એ કરવું છે. શી ઇસ પ્રિપેર્ડ કે હવે મારે આ ફિલ્ડમાં આવી રીતે આમ ધીમે ધીમે ધીમે આગળ વધવું છે.
ફિલ્મની સફળતા બાદ મિસ્ટીના પરિવારમાં કેવો માહોલ છે?
આ અંગે સ્નેહાબેને કહ્યું કે, મારા ઇન-લોસ સાઈડ કોઈ આ ફિલ્મની ફિલ્ડમાં કનેક્ટેડ છે જ નહીં. એટલે એ લોકો માટે તો બહુ આમ બહુ જ મોટી વસ્તુ કહેવાય. અને મારા પેરેન્ટ્સને એ લોકો, ધે આર લાઈક આમ સુપર ડુપર હેપ્પી એમ. કારણ કે બહુ જ નાની એજમાં એને આ ચાન્સ મળી ગયો અને બહુ આ સારી મુવી માટે ચાન્સ મળ્યા એમ.

