Amla Juice Recipe: શિયાળામાં બજારમાં લીલા લીલા આમળા જોવા મળે ત્યારે આ સ્વાદિષ્ટ અને આરોગ્યથી ભરપૂર જ્યુસ જરૂર બનાવો. વિટામિન સીથી ભરપૂર આ જ્યુસ શરદી-ખાંસીથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
જરૂરી સામગ્રી
આમળા – 10 મધ્યમ કદના
આદુ – 1 ઈંચનો ટુકડો
ફુદીનાના પાંદડા – 15
જીરું – 1 નાની ચમચી
ગોળ – 2 ચમચી
મીઠું – સ્વાદ પ્રમાણે (મોરસ મીઠું કે સિંધવ હોય તો સારું)
કાળા મરી પાઉડર – 1 નાની ચમચી
સંચળ પાઉડર – 1 નાની ચમચી
લીંબુનો રસ – 1 ચમચી
પાણી – 4 ગ્લાસ (જરૂર પ્રમાણે)
બનાવવાની રીત
આમળાને સારી રીતે ધોઈ લો. બીજ કાઢીને નાના-નાના ટુકડા કરી લો.
મિક્સર જારમાં આમળાના ટુકડા, આદુનો ટુકડો, ફુદીનાના પાંદડા, જીરું, થોડું મીઠું અને ૧ ગ્લાસ પાણી નાખીને સારી રીતે ગ્રાઈન્ડ કરો.
હવે તેમાં ખાંડ અથવા ગોળ અને થોડું વધારાનું પાણી નાખીને ફરી એક વાર સરસ ગ્રાઈન્ડ કરી લો.
તૈયાર થયેલું મિશ્રણ એક મોટા બાઉલમાં ઝીણી ચળણી કે કપડાથી ગાળી લો. જો જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરીને ફરી ગાળો જેથી બધો જ રસ નીકળી આવે.
ગાળેલા જ્યુસમાં કાળા મરી પાઉડર, સંચળ પાઉડર અને લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. સ્વાદ જોઈને ગોળ કે મીઠું ઓછું-વત્તું કરી શકો.
તૈયાર છે આમળાનો જ્યુસ! ઉપરથી થોડા ફુદીનાના પાન કે લીંબુની સ્લાઈસ નાખીને સર્વ કરો તો વધુ આકર્ષક લાગે.

