ઘઉંના લોટનો શીરો બનાવવાની રેસિપી

Wheat Halwa Recipe In Gujarati: ઘઉંના લોટનો શીરો ખુબ જ ઝડપથી બનતી રેસિપી છે. આવો જોઈએ તેની રેસિપી.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 20 Nov 2025 05:06 PM (IST)Updated: Thu 20 Nov 2025 05:06 PM (IST)
easy-wheat-flour-sheera-recipe-gujarati-style-shiro-atta-halwa-641588

Wheat Halwa Recipe In Gujarati: નાના બાળકોને ઘઉંના લોટનો શીરો ખુબ પસંદ હોય છે. વળી શિયાળામાં તેને ખાવાની મજા પણ અલગ હોય છે. આજે ગુજરાતી જાગરણ તમને ઘઉંના લોટનો શીરો કેવી રીતે બનાવવો તેની રેસિપી જણાવશે.

ઘઉંના લોટનો શીરો બનાવવાની સામગ્રી

  • ઘઉંનો લોટ: 1 કપ
  • ઘી: 1 કપ
  • ગોળ: 1 કપ
  • પાણી: ૨ કપ
  • કાજુના ટુકડા
  • બદામના ટુકડા

ઘઉંના લોટનો શીરો બનાવવાની રીત

પાણી અને ગોળનું મિશ્રણ તૈયાર કરવું

  • સૌથી પહેલાં, એક વાસણમાં 2 કપ પાણી લઈને ગરમ કરવા મૂકો.
  • જ્યારે પાણી ગરમ થવા લાગે, ત્યારે તેમાં 1 કપ ગોળ ઉમેરી દો.
  • ગોળ ઓગળી જાય અને પાણી ગરમ રહે, ત્યાં સુધી તેને ગરમ કરો.

ડ્રાયફ્રૂટ્સ શેકવા

  • એક કડાઈમાં (કે જેને શીરો બનાવવા માટે વાપરવાની છે), થોડું ઘી ગરમ કરવા મૂકો.
  • જ્યારે ઘી ગરમ થાય, ત્યારે તેમાં કાજુના ટુકડા અને બદામના ટુકડા ઉમેરી દો.
  • કાજુ અને બદામને ઘીમાં થોડા લાલાશ પડતા થાય ત્યાં સુધી રોસ્ટ કરો. આનાથી તેનો સ્વાદ અને ફ્લેવર સારો આવે છે.
  • ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ જાય પછી તેને ઘીમાંથી કાઢીને સાઇડમાં રાખી દો.

ઘઉંનો લોટ શેકવો

  • કડાઈમાં ડ્રાયફ્રૂટ્સ કાઢ્યા પછી, બાકીનું બધું ઘી ઉમેરી દો. શીરો બનાવતી વખતે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવો, જેથી તે બળી ન જાય.
  • જ્યારે ઘી બરાબર ગરમ થાય, ત્યારે તેમાં 1 કપ ઘઉંનો લોટ ઉમેરી દો.
  • ગેસની ફ્લેમ મીડીયમ રાખો.
  • ચમચાની મદદથી લોટને સતત હલાવતા રહો. આ હંમેશા યાદ રાખવું કે શીરો બનાવતી વખતે લોટને સતત હલાવતા રહેવું.
  • લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તે સોનેરી( લાલાશ) પડતો ન થાય અને તેમાંથી શેકાયેલી સુગંધ ન આવવા લાગે.
  • આ પ્રક્રિયામાં લગભગ 5 મિનિટ જેટલો સમય લાગી શકે છે.

પાણીનું મિશ્રણ ઉમેરવું

  • જ્યારે લોટ સારી રીતે શેકાઈ જાય, ત્યારે ગેસની આંચ એકદમ ધીમી કરી દો.
  • તૈયાર કરેલું ગરમ પાણી અને ગોળનું મિશ્રણ (ગોળવાળું પાણી) ધીમે ધીમે લોટમાં ઉમેરી દો. આ સમયે પાણી બહાર ઉડી શકે છે, તેથી ધ્યાન રાખવું.
  • તુરંત જ મિશ્રણને ઝડપથી મિક્સ કરો, જેથી લોટના ગાંઠા ન પડી જાય.
  • આ મિશ્રણ ખૂબ જ ઝડપથી ઘટ્ટ થવા લાગશે.
  • મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને દાણેદાર બને ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો.

ડ્રાઈફ્રૂટ ઉમેરો

  • હવે તેમાં રોસ્ટ કરેલા કાજુ અને બદામ ઉમેરી દો.
  • બધી વસ્તુઓને એકદમ સારી રીતે મિક્સ કરી દો.
  • શીરો પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે તે ત્યારે ખબર પડશે, જ્યારે શીરાની સાઇડમાંથી ઘી છૂટું પડવા લાગશે.
  • આ પરફેક્ટ માપ સાથે બનેલો ઘઉંના લોટનો શીરો એકદમ દાણેદાર અને સોફ્ટ બને છે. તૈયાર છે તારો ઘઉંના લોટનો શીરો.