Vaghareli Khichdi: સાંજના ભોજનમાં બનાવો વઘારેલી ખીચડી, નોંધી લો રેસિપી

વઘારેલી ખીચડી એ ગુજરાતી ઘરોમાં ખૂબ જ પ્રિય વાનગી છે. ખીચડી અલગ અલગ પ્રકારની દરેક ઘરમાં બનતી હોય છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Tue 11 Nov 2025 09:11 PM (IST)Updated: Tue 11 Nov 2025 09:11 PM (IST)
make-kathiyawadi-vaghareli-khichdi-easy-gujarati-recipe-636431

Kathiyawadi Vaghareli Khichdi Recipe: વઘારેલી ખીચડી એ ગુજરાતી ઘરોમાં ખૂબ જ પ્રિય વાનગી છે. ખીચડી અલગ અલગ પ્રકારની દરેક ઘરમાં બનતી હોય છે. આજે ગુજરાતી જાગરણ તમને વઘારેલી ખીચડી કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે. સાંજના સમયે ગરમા ગરમ વધારેલી ખીચડી ખાવાની મજા અલગ હોય છે.

ખીચડી બાફવા માટે:

  • નાની વેરાયટીના ચોખા
  • મગની ફોતરાવાળી દાળ
  • પાણી
  • શાકભાજી: ગાજર, ફણસી અને શક્કરીયું.
  • શીંગના દાણા
  • મીઠું
  • હળદર

વઘાર માટે:

  • ઘી (અથવા તેલ)
  • જીરું: 2 ટીસ્પૂન.
  • હિંગ: અડધી ટીસ્પૂન.
  • મીઠા લીમડાના પાન.
  • કોબી (ઝીણી ચોપ કરેલી): એક કપ.
  • ખમણેલું આદુ: 1 ટીસ્પૂન.
  • લીલા મરચાં (સ્લીટ કરીને): બે.
  • ટમેટું (ઝીણું ચોપ કરેલું): એક.
  • મીઠું.
  • હળદર: અડધી ટીસ્પૂન.
  • ધાણાજીરું પાવડર: 2 ટીસ્પૂન.
  • લાલ મરચું પાવડર: 1 થી 2 ટીસ્પૂન.
  • પાણી
  • લીલા ધાણા: (સર્વ કરવા માટે).

બનાવવાની રીત

સૌથી પહેલા કુકરમાં ચોખા અને મગની દાળ (જે મિક્સ થઈને એક વાટકીથી ઉપર થશે) ને પાંચ છ પાણીથી ધોઈ પાણી ક્લિયર થાય પછી નિતારી દો. હવે તે જ માપથી સાડાત્ વાટકી ભરી પાણી ઉમેરવું. જો તમે કુકરમાં પાણી મેઝર કરો તો દાળ અને ચોખાથી દોઢ ઇંચ જેટલું પાણી ઉપર રહે તે બરાબર હોય છે. તેમાં ગાજર, ફણસી, શક્કરીયું, 1 ચોથાઈ વાટકી ભરી શીંગના દાણા, દોઢ થી બે ટીસ્પૂન મીઠું, અને 1 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરી મિક્સ કરી દો. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને મીડીયમ ફ્લેમ પર ચાર વિસલ કરી લો. પ્રેશર નીકળી જાય એટલે ખીચડીને મિક્સ કરી દો. જો કુકર વધારે ઠંડું થવા દેશો તો ખીચડી થોડી ઢીલી નહીં થાય, તેથી તેમાં કેટલમાં ગરમ કરેલું એક કપ ભરી પાણી ઉમેરી મિક્સ કરી દો.

ખીચડીના વઘાર માટે, 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવું. તમે તેલમાં પણ વઘાર કરી શકો છો. ઘી ગરમ થાય એટલે તેમાં 2 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરો. હવે તેમાં ૧ કપ ઝીણી ઝીણી ચોપ કરેલી કોબી, ૧ ટીસ્પૂન ખમણેલું આદુ અને બે સ્લીટ કરેલા લીલા મરચાં ઉમેરી દો. કોબીને 3 મિનિટ જેવું સાતળી લેવું. કોબી સતળાઈ જાય એટલે એક ઝીણું ચોપ કરેલું ટમેટું ઉમેરી ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો.

હવે તેમાં ગ્રેવીના હિસાબે અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું (ખીચડીમાં ઓલરેડી મીઠું ઉમેર્યું છે), અડધી ટીસ્પૂન હળદર, ૨ ટીસ્પૂન ધાણાજીરું પાવડર, અને 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી લો. લાલ મરચું પાવડર તમારા લીલા મરચાની તીખાશ અને ખીચડીના કલર પ્રમાણે ઉમેરવું. સ્લો ટુ મીડીયમ ફ્લેમ પર 3 મિનિટ જેવું સાતળી લેવું, જેથી મસાલાના કલર સારા આવે અને ઘી છૂટું થવા લાગે.

હવે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવું. જો તમને વધારે ઢીલી ખીચડી જોઈતી હોય કે ખીચડીનું પ્રમાણ વધારે બનાવવું હોય તો એક કપ જેટલું પાણી પણ લઈ શકો. પાણી ઉકળી જાય એટલે નેચરલી સ્વીટનેસ માટે ગોળનો નાનો ટુકડો ઉમેરો (ગોળથી વધારે સારો સ્વાદ આવે, થોડી અમથી ખાંડ પણ ઉમેરી શકો).

પાછું મિક્સ કરી ઉકળવા લાગે એટલે બાફેલી ખીચડી ઉમેરી દેવી. ખીચડીને એકદમ સારી રીતે મિક્સ કરી દેવી અને બે ત્રણ મિનિટ માટે થવા દેવી.

બે ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે ખીચડી તૈયાર છે. ખીચડીમાં હંમેશા ઘીનું પ્રમાણ વધારે સારું લાગે છે, તેથી એક-બે ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી શકો. લીલા ધાણા ઉમેરી મિક્સ કરી ગેસની આંચ બંધ કરી દો.

જો તમને થોડી તડકાવાળી ખીચડી ભાવતી હોય તો અલગથી વઘાર કરી શકો. આ માટે ૩ થી ૪ ચમચી જેટલું ઘી ગરમ કરવું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ૨ ટીસ્પૂન જેટલું જીરું, ૧ ચોથા ટીસ્પૂન જેટલી હિંગ (હિંગનું પ્રમાણ તમે વધારે પણ ઉમેરી શકો), અને ૧૫ થી ૨૦ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરવી. હવે ૧ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આ વઘારને ખીચડી પર રેડી દેવાનો. (જો લસણ વાળો વઘાર જોવે તો લાલ મરચું ઉમેરતા પહેલા ઝીણું ઝીણું લસણ ચોપ કરી ઉમેરી હલકું લાલ થાય એટલે લાલ મરચું ઉમેરવું).

આ ખીચડીને તમે દહીં સાથે, અથાણા સાથે, ગુજરાતી કઢી સાથે, કે પાપડ અને સેલડ સાથે ગરમાગરમ સર્વ કરી શકો.