Vegetable Biryani Recipe in Gujarati: બિરયાનીએ હૈદરાબાદનું પ્રખ્યાત ફૂડ છે હૈદરાબાદી દમ બિરયાની સ્ટાઇલમાં તમે શાકભાજીમાંથી વેજ બિરયાની પરંપરાગત રૂપે આ રીતે ઘરે બનાવી શકો છો. વેજ બિરયાની કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
સામગ્રી
- ચોખા,
- લીલી એલચી,
- કાળી એલચી,
- લવિંગ,
- તજ,
- તમાલપત્ર,
- મીઠું,
- બટેટું,
- ફલાવર,
- ગાજર,
- ફ્રેંચ બીન્સ,
- લીલા વટાણા,
- ડુંગળી,
- લીલા મરચાં,
- આદું-લસણની પેસ્ટ,
- મરી,
- જીરું,
- લાલ મરચું પાઉડર,
- હળદર,
- ધાણાજીરું,
- ગરમ મસાલો,
- દહીં,
- કોથમીર,
- તેલ.
સ્ટેપ-1
સૌ પ્રથમ ચોખાને પાણીમાં ધોઈને પછી 15 મિનિટ માટે પાણીમાં પલાળી દો અને પછી ચોખામાંથી વધારાનું પાણી નિતારીને કાઢી લો.
સ્ટેપ-2
એક પેનમાં પાણીને ધીમા ગેસ પર ઉકળીને તેમાં પલાળેલા ચોખા અને અન્ય મસાલા ઉમેરીને 7-8 મિનિટ બાફી લો.
સ્ટેપ-3
પકાવેલા ભાતમાંથી પાણી કાઢવા માટે તેને એક મોટી ચાળણીમાં નાખીને પાણી નીતારી લો.
સ્ટેપ-4
હવે એક પેનમાં ગ્રેવી બનાવીને એક વાસણમાં ફેલાવી દો.
સ્ટેપ-5
અડધા ભાત ગ્રેવીની ઉપર નાખીને તેના પર અડધું પલાળેલું કેસર છાંટીને પછી ફ્રાય કરેલ ડુંગળી,કોથમરી અને ફુદીનાના પાન નાખોં અને થોડી વાર ઢાંકણ બંધ કરીને પકાવી લો.
સર્વ કરો
તૈયાર છે વેજ બિરયાની,તમે દહીં સાથે સર્વ કરી શકો છો. રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

