Beetroot Juice: શરીરમાં લોહી વધારવાથી માંડીને હાર્ટને હેલ્ધી રાખવા સુધી, બીટનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને થશે અઢળક ફાયદા

બીટ પોષકતત્વોથી ભરપૂર શાક છે, જેમાં મેંગેનીઝ, પોટેશિયમ, આયરન, ફોલેટ સહિત અનેક પોષક તત્વો ભરપુર પ્રમાણમાં મળી આવે છે. આથી જ બીટને સ્વાસ્થ્ય માટે પાવરહાઉસ માનવામાં આવે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 24 Nov 2025 04:19 PM (IST)Updated: Mon 24 Nov 2025 04:19 PM (IST)
beetroot-juice-benefits-top-reasons-to-add-it-to-your-daily-diet-643717

Beetroot Juice Benefits: શિયાળો શરૂ થતાં જ લોકો પોતાની હેલ્થને લઈને જાગૃત થવા લાગે છે. આ સિઝનમાં બજારમાં તમામ પ્રકારના શાકભાજી પણ મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે. એવામાં શિયાળામાં હેલ્ધી ડ્રિન્કની વાત આવે, તો બીટનો ઉલ્લેખ અચૂક થાય. પોષક તત્વોથી ભરપુર બીટ શરીરને એનર્જી તો પૂરી પાડે જ છે, પરંતુ આ સાથે જ લોહી વધારવાથી માંડીને સ્કિનને નેચરલ ગ્લો આપવા સહિત અઢળક ફાયદા પહોંચાડે છે. આજ કારણોસર તબીબો પણ બીટને ડાયટમાં સામેલ કરવાની સલાહ અચૂક આપે છે.

હકીકતમાં બીટના જ્યૂસને વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઑક્સિડેન્ટ્સનું પાવર હાઉસ માનવામાં આવે છે. જો તમે પણ તમારી હેલ્થને બૂસ્ટ કરવા માંગતા હોવ અને બીમારીઓથી બચવા માંગતા હોવ, તો તમારા માટે બીટનું જ્યૂસ રામબાણ સાબિત થઈ શકે છે. તો ચાલો બીટના જ્યૂસના ફાયદા અને તેને બનાવવાની એકદમ આસાન રેસિપી જાણીએ…

બીટનું જ્યૂસ પીવાના પાંચ મોટા ફાયદા (Health Benefits Of Beetroot Juice)


લોહી વધારે: બીટ આયરન અને ફોલેટનો ઉત્તમ સ્ત્રોત છે. બીટનું જ્યૂસ નિયમિત પીવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને લોહીની ઉણપ દૂર થાય છે. એનીમિયાની સમસ્યા હોય, તેવા લોકો માટે બીટનું જ્યૂસ અત્યંત ફાયદેમંદ છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે: બીટમાં રહેલ નાઈટ્રેટ્સ શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડ બનાવે છે, જે રક્ત વાહિનીઓને રિલેક્સ કરે છે. જેના પરિણામે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે બીટનું જ્યૂસ પીવાનો કુદરતી ઉપાય કારગર છે.

સ્કિનને નેચરલ ગ્લો આપે: બીટનું જ્યૂસ એન્ટી ઑક્સિડેન્ટ્સ અને વિટામિન Cથી ભરપુર હોય છે. જે શરીરમાંથી ટોક્સિન નીકાળીને સ્કિનને ક્લીન અને નેચરલ ગ્લો આપે છે. નિયમિત બીટનું જ્યૂસ પીવાથી ચહેરો ચમકી ઉઠે છે અને ખીલ અને કાળા ડાઘા દૂર થાય છે.

પાચન સુધારેઃ બીટ ફાઈબરથી ભરપુર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. બીટનું જ્યૂસ પીવાથી શરીરમાં એનર્જીનું લેવલ વધે છે અને થાક અને નબળાઈ દૂર થાય છે.

હાર્ટને હેલ્ધી રાખે: બીટમાં રહેલા એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ હાર્ટની માંસપેશિઓને મજબૂત બનાવે છે. તેનું જ્યુસ નિયમિત પીવાથી હાર્ટ એટેકનો ખતરો ટળી જાય છે અને કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

બીટનું જ્યૂસ કેવી રીતે બનાવશો? (Beetroot Juice Recipe)

સામગ્રી

  • એક મોટું બીટ
  • એક ગાજર (જો હોય તો)
  • નાનો આદુનો ટૂકડો
  • એક લીંબુ
  • એક કપ પાણી
  • સંચળ (સ્વાદ પ્રમાણે)

સૌ પ્રથમ બીટ, ગાજર અને આદુને વ્યવસ્થિત ધોઈ લો. જે બાદ તેના નાના-નાના ટૂકડા કરીને મિક્સ્ચરમાં મૂકો. તેમાં એક કપ પાણી ઉમેરી ક્રશ કરી દો. હવે તેને ગાળીને તેમાં ઉપરથી લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે સંચળ ભભરાવીને સર્વ કરો.