Coriander Water Benefits: શિયાળાની સિઝનમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય કે પછી પેટ સાથે સંકળાયેલી સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય, તેના માટે ધાણાનું પાણી કારગર ઘરગથ્થુ નુસખો માનવામાં આવે છે.
હકીકતમાં ધાણાની તાસીર ઠંડી હોવા છતાં તે શરીરને ડિટોક્સ કરવાની સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલ ટૉક્સિન બહાર નીકળે છે અને મેટાબૉલિઝમ સુધરે છે.
આજકાલ લોકો હેલ્ધી ડ્રિન્ક્સ પીવાનું વધારે પસંદ કરી રહ્યા છે. એવામાં ધાણાનું પાણી એક આસાન વિકલ્પ છે. પોષક તત્વોથી ભરપુર ધાણા વિટામિન C, K અને એન્ટી ઑક્સિડેન્ટ્સનો ઉમદો સોર્સ છે.
ધાણાનું પાણી પીવાના ફાયદા (Coriander Water Benefits)
- પેટની સમસ્યામાંથી મુક્તિ: ધાણાનું પાણી ગેસ, અપચો, એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓમાંથી છૂટકારો આપવા માટે અસરકારક છે. જેમાં રહેલ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ પાચન એન્જાઈમને સક્રિય કરે છે. જેના પરિણામે ખોરાક જલ્દી અને સારી રીતે પચી જાય છે. નિયમિત ધાણાનું પાણી પીવાથી બ્લોટિંગ ઓછું થાય છે અને આંતરડા મજબૂત બને છે. જે લોકોને સવારે પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય, તેમના માટે ધાણાનું પાણી બેસ્ટ કુદરતી ઉપાય છે.
- બ્લડસુગર કંટ્રોલ કરે: ધાણાનું પાણી પીાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ અને એન્ટી ડાયબિટિક ગુણધર્મો ઈસ્યુલિન સેન્સેટિવિટીને બહેતર બનાવે છે. જેનાથી સુગર સ્પાઈક્સ ઓછા થાય છે. જો ડાયાબિટીસના દર્દીઓ નિયમિત ધાણાનું પાણી પીવે છે, તો બોડીમાં ગ્લુકોઝનું લેવલ સ્થિર રાખવામાં મદદ મળી શકે છે.
- શરીરને ડિટોક્સ કરે: ધાણા નેચરલ ડિટોક્સ એજન્ટ છે. જેનું પાણી શરીરના હાનિકારક ટોક્સિન્સને બહાર નીકાળવામાં મદદ કરે છે. જેના પરિણામે લિવર અને કિડનીની કાર્યક્ષમતા સુધરે છે અને શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. જે લોકો સતત થાક, સુસ્તી તેમજ પાચન સબંધિત સમસ્યાનો સામનો કરતા હોય તેમના માટે ધાણાનું પાણી ફાયદેમંદ માનવામાં આવે છે.
- વજન ઉતારવામાં મદદરૂપ: ધાણાનું પાણી મેટાબોલિઝમને સુધારીને ફેટ બર્નિંગ પ્રક્રિયાને વધારે છે. સવારે ધાણાનું પાણી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના પરિણામે ઑવર ઈટિંગની સમસ્યા ઓછી થાય છે. આ સિવાય ધાણામાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. જે વેટ લૉસ માટે પરફેક્ટ ડ્રિન્ક્સ છે. નિયમિત ધાણાનું પાણી પીવાથી સડસડાટ વજન ઉતરી શકે છે.
- સ્કિનને નેચરલ ગ્લો આપે: ધાણાના પાણીમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ સ્કિનને અંદરથી સાફ કરે છે. આ સાથે જ તે ખીલ, ડાઘ-ધબ્બા અને સોજા ઘટાડે છે. ધાણાનું પાણી લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે, જેના પરિણામે ચહેરા પર નેચરલ ગ્લો આવે છે. ઘણા લોકો ધાણાના પાણીને સ્કિન ડિટોક્સ ડ્રિન્ક તરીકે પણ ઉપયોગ કરે છે.

