Mount Abu Travel: ખુબ સુંદરતા અને રોમાંચની ડબલ મજા, ઠંડીની આ સિઝનમાં માઉન્ટ આબુ ફરવાનું કરો આયોજન

જો તમે શિયાળામાં ઉત્તરાખંડના મસૂરીની ઠંડી પવન, શાંત પર્વતીય દૃશ્યો અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા માંગતા હોય તો તમે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની સફરનું આયોજન કરી શકો

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 12 Nov 2025 04:05 PM (IST)Updated: Wed 12 Nov 2025 04:05 PM (IST)
mount-abu-hill-station-travel-in-winter-low-temperature-636801

Mount Abu Hill Station Travel: માઉન્ટ આબુ(Mount Abu) રાજસ્થાનનું એક સુંદર અને ઠંડી ધરાવતું સુંદર પર્યટન સ્થળ છે, અહીં શિયાળામાં ખૂબ જ સુંદર માહોલ જોવા મળે છે. અહીં આવેલ Nakki સરોવરના કિનારે ફરવા, પહાડિયોથી સુરજથી ઢંકાયેલો જોવા મળે છે અને મંદિરોમાં શાંતિનો અનુભવ ખુબ જ સારો લાગે છે.

મિત્રો સાથે સ્થાનીક સ્ટ્રીટ ફૂડનો પણ આનંદ લઈ અહીં સમી સાંજની ઠંડી હવા સાથે દિવસને યાદગાર બની જાય છે. આ જગ્યા એવા લોકો માટે બિલકુલ યોગ્ય છે કે જે ઠંડીમાં આરામ અને શાંતિ સાથે રજાઓ માણવા ઈચ્છે છે.

જો તમે શિયાળામાં ઉત્તરાખંડના મસૂરીની ઠંડી પવન, શાંત પર્વતીય દૃશ્યો અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા માંગતા હોય તો તમે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની સફરનું આયોજન કરી શકો છો. તેના કુદરતી સૌંદર્ય અને ઠંડા વાતાવરણ સાથે માઉન્ટ આબુ પ્રવાસીઓને મસૂરી જેવો અનુભવ આપે છે, એક રોમાંચ જે તમે જીવનભર માણશો.

માઉન્ટ આબુ અને મસૂરી બંને હિલ સ્ટેશન તેમના કુદરતી સૌંદર્ય, ઠંડી આબોહવા અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે.નક્કી તળાવ: આ રાજસ્થાનમાં આવેલું માનવસર્જિત તળાવ છે. અહીં બોટિંગ એક શાંત અને મનોહર અનુભવ આપે છે, જે મસૂરી તળાવ પાસે જોવા મળે છે.

અહીંથી અસ્ત થતા સૂર્યનો મનમોહક દૃશ્ય જોવાથી મસૂરીના 'ગન હિલ' અથવા 'લાલ ટિબ્બા' પરથી સૂર્યાસ્ત જોવા જેવો અનુભવ થાય છે. તમે માઉન્ટ આબુના શાંત વાતાવરણ અને મનોહર સૌંદર્યનો અનુભવ કરી શકો છો. જે એક શાંત સ્થળ છે. તમે મસૂરીના કુદરતી દૃશ્યોનો સંપૂર્ણ આનંદ માણી શકો છો, આ પ્રદેશના ગાઢ જંગલો અને કુદરતી સૌંદર્ય વચ્ચે ચાલીને પણ આનંદ લઈ શકાય છે.