Panchmahal Tourist Places For Diwali Vacation 2025:ગુજરાતનો પંચ મહાલ જિલ્લો ફક્ત ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં જાણીતો છે. આ જિલ્લામાં અનેક લોકપ્રિય અને પ્રસિદ્ધ સ્થળો આવેલા છે કે જે લોકોને માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે.
અહીં આવેલ પાવાગઢ ખાતે દર્શન કરવા લોખો ભક્તો રોજ પહોંચે છે. અને આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.તેવામાં જો વાત કરવામાં આવે ચાંપાનેરની તો તે વર્લ્ડ હેરીટેજ સાઈટ છે.જે પર્યટોકો માટે હાલ ખુબજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ચાંપાનેર
ભૂતકાળમાં એક સમયે પંચમહાલ જિલ્લાનું ચાંપાનેરએ, ગુજરાતની રાજધાની હતું. ચાંપાનેર ભારત દેશના ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં કુલ સાત તાલુકાઓ પૈકીનું એક હાલોલ તાલુકામાં આવેલું નાનકડું ગામ છે . ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે આશરે 4 થી 5 કિલોમીટરના અંતરે માચી ગામ આવેલું છે, જે એક ઐતિહાસિક ગામ છે.
રતનમહાલના જંગલો
પંચમહાલ જિલ્લામાં રતનમહાલના જંગલો આવેલા છે. આ જગ્યા અમદાવાદથી 210 કિલોમીટર દૂર છે. ગોધરાથી દેવગઢ બારિયા થઇને ત્યાં જઇ શકાય છે. અહીં રીંછ અભ્યારણ્ય આવેલું છે. રતનમહાલ એ એક વન્ય પ્રાણીઓના રહેઠાણની જગ્યા છે. અહીંના મુલાકાતીઓ વન્ય પ્રાણી અને વનસ્પતિક ખજાનો જોઈને આનંદિત થઈ જાય છે. પાનમ નદી એ અભયારણ્યની ખૂબસૂરતીમાં ખૂબ જ અગત્યની ભૂમિકા અદા કરે છે.
પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ રતનમહાલ જ છે. મિશ્ર પ્રકારનું જંગલ ધરાવતા આ અભયારણ્યમાં મહુડો, સાદડ, ટીમરુ, સાગ, દૂધલો, કેસૂડાં, આમળા, વાંસ, કાકડિયો વગેરે ઉપરાંત અન્ય ઘણી જાતો જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી ઊડતી ખિસકોલી પણ અહીંયાં સામાન્ય રીતે જોવા મળે છે.
જાંબુઘોડા અભયારણ્ય
ગુજરાતમાં પાવાગઢ નજીક આવેલા ચાંપાનેરથી 26 કિ.મી દૂર જાંબુઘોડા આવેલુ છે. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો જાંબુઘોડા અભયારણ્ય તરીકે ઓળખાય છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગ્યાએ હનુમાનજી વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે.

