Diwali Vacation 2025: દિવાળી પછી અને સ્કૂલો શરૂ થાય તે પહેલા નવસારીના આ સ્થળો વેકેશનની મજા માણવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન

દિવાળીના તહેવારો પછી આમ પણ તમારી પાસે ખૂબ ઓછા દિવસો છે, ત્યારે તમે ગુજરાતમાં જ કોઈ નજીકના સ્થળે જવા માંગતા હોવ તો નવસારી પણ સૌથી બેસ્ટ છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 25 Oct 2025 03:49 PM (IST)Updated: Sat 25 Oct 2025 03:49 PM (IST)
tourist-places-to-visit-in-navsari-during-diwali-vacation-2025-626589
HIGHLIGHTS
  • પુરાતન કાળમાં પૂર્ણા નદી પર નવસારિકા બંદર હતુ

Navsari Tourist Places, Diwali Vacation 2025: અત્યારે ભલે દિવાળી અને નવા વર્ષનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો હોય, પરંતુ હજુ પણ સ્કૂલમાં બાળકોને દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. દિવાળી અને નવા વર્ષના મિની વેકેશનમાં પોતાના વતન અને સગા-સબંધીઓના ઘરે જવાના ચક્કરમાં ઘણાં લોકો પરિવાર સાથે ક્યાંય બહાર ફરવા નહીં જઈ શક્યા હોય.

દિવાળીના તહેવારો પછી આમ પણ તમારી પાસે ખૂબ ઓછા દિવસો છે, ત્યારે તમે ગુજરાતમાં જ કોઈ નજીકના સ્થળે જવા માંગતા હોવ તો નવસારી પણ સૌથી બેસ્ટ છે. દિવાળીનો તહેવાર હોવાથી પ્રવાસના શોખિન ગુજરાતીઓ સાપુતારા, દીવ, દમણ અને માઉન્ટ આબુ જેવા નજીકના સ્થળોએ પ્રવાસે ઉપડી જતા હોય છે. આથી આ દિવસો ત્યાં ભારે ભીડ જોવા મળે છે. આથી તમે પૂર્ણા નદીના કિનારે આવેલા નવસારી શહેર તેમજ તેની આસપાસના સ્થળોની મુલાકાત લઈ શકો છો. આજે અમે આપને નવસારીના કેટલાક ફરવા લાયક સ્થળ વિશે જણાવીશું, જ્યાં તમને ફરવાનો તમને અને તમારા પરિવારને આનંદ આવશે.

નવસારી શહેર: પૂર્ણા નદીના કિનારે વસેલું નવસારી શહેર નવસારી જિલ્લાનું મુખ્ય મથક છે. પુરાતન કાળમાં પૂર્ણા નદી પર નવસારિકા બંદર હતુ, જેના નામ પરથી આ શહેરનું નામ નવસારી પડ્યું છે. જ્યાં દેશના જાણીતા ઉદ્યોગપતિ જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીના જન્મસ્થળના મકાનો આજે પણ મૌજુદ છે. આ સિવાય હિન્દુ-મુસ્લિમોમાં નવસૈયદ પીરની મઝાર પણ પ્રસિદ્ધ છે. નવસારી શહેરમાં આવેલ તાતા હોલ આજે દેશની શાન છે.

દાંડી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાથી 19 કિલોમીટરના અંતરે આવેલ દાંડી ગામ, એ મહાત્મા ગાંધીના મીઠાના ઐતિહાસિક સત્યાગ્રહ માટે જાણીતું છે. આ ઐતિહાસિક દાંડી ખાતે સાગર નજીક ગાંધી સ્મારક કિર્તી સ્તંભ અહીં સ્થાપવામા આવેલ છે. સ્મારકની સામે 'સૈફવિલા' છે, જયાં રાત્રી દરમ્‍યાન ગાંધીજીએ નિવાસ કર્યો હતો. હાલ તેમાં ગાંધી સંગ્રહાલય અને પુસ્‍તકાલય છે. ગાંધી સંગ્રહાલાની પાછળ દાઉદી વૉરાની પ્રખ્‍યાત દરગાહ માઈ સાહેબા મઝાર ( હિઝબે યુસુફી) છે. જયાં માનતા માટે સર્વ કૉમનાં લૉકૉ બહારથી પણ આવે છે.

ઉનાઇ માતા મંદિર: બીલીમૉરા-વધઈ રેલ્વે માર્ગ પર આવેલુ આ ગામ ઉના પાણીના કુંડો માટે જાણીતું છે. ગરમ પાણીના આ કુંડો ઘણાં પુરાણા છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહ્મણો નહતા મળ્યા. આથી હિમાલય ઉપરના ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહ્મણોને યજ્ઞ કરવા માટે બોલાવવામા આવ્‍યા. આ બ્રાહ્મણો ગરમ પાણી પુરુ પાડવા શ્રી રામે જમીનમાં બાણ મારીને ગંગાનો ગરમ પ્રવાહ ઉત્પન્ન કર્યો હતો.

બીજી એક લોકવાયકા પ્રમાણે, વનવાસ ભૉગવી રહેલા શ્રીરામ, સીતા અને લક્ષ્મણ જયારે દંડકારણ્‍યમાં શરભંગ ઋષિના આશ્રમમાં આવ્‍યા, ત્‍યારે ઋષિએ યોગ બળથી પોતાનું દૂર્ગધયુકત ખોળિયું બદલ્યું. જેની જાણ લક્ષ્મણને થતાં શ્રી રામનું ધ્યાન ઋષીના વેદના ભર્યા દર્દ પ્રત્‍યે દોર્યુ. મહારૉગથી વ્‍યથિત ઋષીની સ્થિતિ દૂર કરવા શ્રી રામે બાણ મારતા ધરતીના પેટાળમાંથી ઔષધીયુકત ઝરા બહાર ફૂટયા. આ સાથે ઉષ્ણ અંબાની મૂર્તિ પ્રગટ થઈ સીતાજીએ ઉષ્ણ અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકિત રૂપે અહીં વસવાટ કર્. વળી સીતાજી આ જગામા સ્નાન કરી શ્રી રામચંદ્રજી પાસે આવી ”હું નાઈ” તેમના મીઠાશ ભર્યા શબ્દૉથી આ સ્થળ ગામનું નામ ”હું નાઈ”થી અપભ્રંશ થતાં ”ઉનાઈ” થયું. અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે લૉકૉ દર્શનાર્થે આવે છે.

ઉભરાટ: લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલુ એક વિહારધામ છે.

બીલીમોરા: સોમનાથ મહાદેવનું મંદિર , વલસાડી સાગમાથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યા છે

મરોલી: કસ્તુરબા સેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે. અહીંની માનસિક રોગની હોસ્પિટલ જાણીતી છે.

વાંસદા: જૂના રજવાડાનું સ્થળ છે. મહેલ અને દરબારગઢ જોવાલાયક છે. અહીં રાષ્ટ્રીય અભયારણ છે.