Lalo Film Viral Video: ગુજરાતી ફિલ્મ 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે' (Laalo: Krishna Sada Sahaayate) ફિલ્મ રિલીઝ થયાને દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ પણ ફિલ્મ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. સાઉથ અને બૉલિવૂડની ફિલ્મો વચ્ચે હજુ પણ આ ગુજરાતી ફિલ્મને થિયેટરોમાં પુરતા દર્શકો મળી રહ્યા છે, ત્યારે લોકોમાં આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધી આપણે જોયું હશે કે, ફિલ્મ રિલીઝ થયા પછી જેમ-જેમ અઠવાડિયા પસાર થતાં જાય, તેમ-તેમ તેની કમાણી ઘટતી જાય છે. જેનાથી વિપરિત 'લાલો' ફિલ્મ 10 ઓક્ટોબરે રિલીઝ થઈ પછી એકાદ-બે સપ્તાહ તેને માંડ દર્શકો મળી રહ્યા હતા. જો કે ત્રીજા સપ્તાહથી ફિલ્મ પર ભગવાનની કૃપા વરસી હોય તેમ તેની કમાણીમાં અણધાર્યો વધારો જોવા મળી રહ્યો છે. એવામાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની ગુજરાતી જાગરણ પુષ્ટી નથી કરતું, પરંતુ તે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામના લોકોનું હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં લાડોલ ગામના લોકો કડકડતી ઠંડીમાં ખુલ્લી આઈસરમાં ધાબળા અને સાલ ઓઢીને વિજાપુરના થિયેટરમાં 'લાલો' ફિલ્મ જોવા જઈ રહ્યા છે.
क्या आपने कभी किसी फिल्म के लिए ऐसी दीवानगी देखी है?
— Sagar Patoliya (@kathiyawadiii) November 20, 2025
गुजरात के महसाणा-विजापुर हाईवे का यह वीडियो देखो, गाँव के लोग शॉल और कंबलों में लिपटे, खुले ट्रक में भरकर 'लालो' (Laalo) फिल्म देखने निकल पड़े हैं।
यह नज़ारा उन पुराने दिनों की याद दिलाता है जब सिनेमा देखना कोई 'वीकेंड… pic.twitter.com/Q4vRjoo4bk
મીડિયા રિપોર્ટ પ્રમાણે, 'લાલો' ફિલ્મ અત્યાર સુધીમાં 64 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. આ સાથે જ આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ચૂકી છે. ગુજરાતમાં ધૂમ મચાવી રહેલી આ ફિલ્મ હવે સમગ્ર દેશમાં પણ પોતાનો ડંકો વગાડવાની છે. ટૂંક સમયમાં આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. હાલ આ ફિલ્મના ડબિંગનું કામકાજ ચાલી રહ્યું છે.

