VIRAL VIDEO: હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં એક દાદીનો ડાન્સ કરતો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દાજી દર્દભર્યા ગીત પર પુરા જોશ અને આત્મવિશ્વાસ સાથે જબરદસ્ત ડાન્સ કરી રહી છે. દાદી પ્રોફેશનલ ડાન્સર નથી, પરંતુ વીડિયો જોઈને તમને ખ્યાલ જ નહીં આવે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ મહોલ્લામાં ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક મહિલાઓ જોવા મળે છે. આ દરમિયાન જેવું મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'પ્રેમ પ્રતિજ્ઞા'નું જાણીતુ ગીત 'શીશે કી ઉમ્ર પ્યાર કી..' વાગે છે, તે સાથે જ એક દાદી ઉભા થઈને ડાન્સ કરવા લાગે છે.
આ ગીતની દરેક બીટ્સ પર દાદીના મૂવ્સ અને એક્સપ્રેશન એટલા મજેદાર છે કે, ત્યાં ઉપસ્થિત લોકો તાળીઓથી તેમને વધાવે છે. દાદી પણ પોતાની અદાઓ અને ઠુમકાથી સૌ કોઈનું દિલ જીતી રહ્યા છે. દાદીનો ડાન્સ જોઈને એવું જ લાગે કે, તેમની અંદરે વર્ષોથી ડાન્સની કલા છૂપાઈને રહી હશે. જે આજે સામે આવી રહી છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થતાં જ લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે જ કોમેન્ટ સેક્સનમાં લોકો તરેહ-તરેહની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, દાદીની એનર્જી જઈને જવાનો પણ શરમાઈ જશે. કોઈએ લખ્યું કે, આ રિયલ દેશી સ્ટાર. કોઈએ લખ્યું કે, આ વીડિયોએ સાબિત કરી દીધુ કે, ડાન્સ કરવા માટે કોઈ ઉંમર નથી હોતી. બસ દિલમાં ઈચ્છા જ હોવી જોઈએ.
એક યુઝર્સે લખ્યું કે, આ દર્દ ભરેલું ગીત છે, પરંતુ દાદીએ પોતાના ડાન્સમાં દર્દનો સહેજ પણ અહેસાસ નથી થવા દીધો. એક યુઝર્સે લખ્યું કે, લાગે છે કે દાદીએ પણ પ્રેમ કર્યો હતો, પરંતુ ઘરવાળાએ પરાણે લગ્ન કરાવ્યા હશે. કોઈએ લખ્યું કે, દાદીના હાથમાં માત્ર એક બૉટલની જ કમી રહી ગઈ.
કોઈએ લખ્યું કે, 30 વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ હોત, તો શક્ય છે કે દાદી મુંબઈમાં ટૉપ ડાન્સર હોત. કોઈએ લખ્યું કે, દાદીએ નાની વયે પ્રેમમાં દગો ખાધો હશે. આજે સાબિત કરી દીધુ.

