Zohran Mamdani Video: ન્યૂયોર્કના મેયર મમદાનીએ ઈન્ટર્વ્યુની વચ્ચે રજ્નીગંધાની ઈલાયચી ફાકી, યુઝર્સ બોલ્યા- 'હવે ખરા ભારતીય લાગ્યા'

ઈન્ટર્વ્યુ સમયે કન્ટેન્ટ ક્રિએટર નિકોલસે પૂછ્યું કે, તમે કશુંક ચાવી રહ્યા છો? જેના જવાબમાં મમદાનીએ ખિસ્સામાંથી રજનીગંધાની ઈલાયચીના કાઢી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 06 Nov 2025 11:48 PM (IST)Updated: Thu 06 Nov 2025 11:48 PM (IST)
new-york-mayor-zohran-mamdani-video-eat-rajnigandha-during-interview-633671
HIGHLIGHTS
  • ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં જોહરાન મમદાનીની ઐતિહાસિક જીત
  • વિશ્વના આર્થિક પાટનગર ગણાતા ન્યૂયોર્કને પહેલા મુસ્લિમ મેયર મળ્યા

New York Mayor Zohran Mamdani Video: ન્યુયોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને જોહરાન મમદાનીએ ઈતિહાસ રચ્યો છે. તેઓ ન્યૂયોર્કના પહેલા મુસ્લિમ અને ભારતીય મૂળના મેયર બની ગયા છે. જો કે હાલ મમદાની એક અલગ જ બાબતને લઈને ચર્ચામાં છે. હકીકતમાં મમદાનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રજ્નીગંધાના માઉથ ફ્રેશનરને ખાતા જોવા મળી રહ્યા છે.

એક ઈન્ટર્વ્યૂ દરમિયાન જોહરાન મમદાની પોતાની ગાડીમાંથી ઉતરે છે અને એક કન્ટેન્ટ ક્રિએટર નિકોલસ યુવાનને પ્રશ્નના જવાબ આપે છે. આ દરમિયાન યુવાન નવનિયુક્ત મેયર મમદાનીને પૂછે છે કે, શું તમે કશું ખાધું છે? જેથી મમદાની પોતાના ખિસ્સામાંથી રજનીગંધાની સિલ્વર પલ્સ નિકાળે છે અને કહે છે કે, હું આ ઈલાયચી ખાઈ રહ્યો છું. જે બાદ મમદાની તેના થોડા દાણા નુવાનને પણ આપે છે અને પોતે પણ ખાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે તેને લઈને તરેહ-તરેહની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, હે ભગવાન, મેં ક્યારેય નહતું વિચાર્યું કે, રજ્નીગંધા ન્યૂયોર્ક સુધી પહોંચી જશે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, હવે લાગે છે ખરા ભારતીય.

જણાવી દઈએ કે, 34 વર્ષીય મમદાનીએ પોતાના અદ્દભૂત પ્રચાર અભિયાનના જોરે પ્રચંડ જીત મેળવી છે. તેઓ દુનિયાના આર્થિક પાટનગર ગણાતા ન્યૂયોર્કની કમાન સંભાળનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ બનશે. આટલું જ નહીં તેઓ અમેરિકાના સૌથી મોટા શહેરના પ્રથમ મુસ્લિમ અને આ સદીના સૌથી યુવા મેયર પણ હશે.

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં મમદાની ન્યૂયોર્કના 111માં મેયર તરીકેની જવાબદારી સંભાળશે. જવાહરલાલ નહેરૂના 'ટ્રિસ્ટ વિધ ડેસ્ટિની' ભાષણથી માંડીને 'ધૂમ મચાલે ધૂમ' ગીત સુધી. જોહરાન મમદાનીએ પોતાના વિજયી સંબોધનમાં પોતાના ભારતીય મૂળનો ઉલ્લેખ કરવાનો નહતા ભૂલ્યા.