Viral Video: ભારતીય સમાજમાં બીજા લગ્નની વાત આવે, તો લોકોના મોંઢા ચડી જતા હોય છે. હિન્દુ મેરેજ એક્ટ પણ બીજા લગ્નને ગેરકાયદેસર ગણે છે. જો કે ખાડી દેશોમાં લગ્નની બાબતે તદ્દન વિપરિત સ્થિતિ જોવા મળે છે.
દુબઈના એક શેખ (Arab Sheikh) સાથે નિકાહ પઢનારી રશિયન બેગમે તાજેતરમાં જ પોતાની અંગત જિંદગીની ઝલક સોશિયલ મીડિયામાં દર્શાવી છે. જે આપણને ખાસ કરીને ભારતીયોને એક એવી અજીબ દુનિયામાં લઈ જાય છે.
હકીકતમાં દુબઈના એક ધનિક શેખની બીજી પત્ની બનેલી રશિયન મહિલા(Russian Begum) સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ રશિયન બેગમ @emirati family નામે એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના રોજિંદા જીવન ઝલક પોસ્ટ કરીને દર્શાવતી રહે છે.
એક તરફ આરબ મહિલાઓ હંમેશા કફ્તાન, અબાયા કે હિજાબમાં જ રહેવાનું પસંદ કરે છે, ત્યારે આ રશિયન બેગમ પોતાનો આલિશાન વિલા, ડિઝાઈનર આઉટફિટ્સ અને લગ્ઝરી કારો દુનિયાને દેખાડતી રહે છે.
આ રશિયન બેગમ અને ધનિક શેખને બે બાળકો પણ છે.આ રોયલ ફેમિલી એકદમ લેવિશ લાઈફ જીવી રહ્યો છે. પ્રાઈવેટ સ્કૂલ, સ્પેશિયલ પ્લે એરિયા, લગ્ઝરી ટ્રિપ્સ અને દુબઈના ભવ્ય સ્કાયલાઈન વચ્ચે તેમની રોજિંદી જિંદગી એકદમ ફિલ્મી જેવી લાગે છે.
દુબઈના શેખ સાથે નિકાહ પઢનાર રશિયન બેગમનું કહેવું છે કે, શૌહર મારી દરેક નાની-મોટી ઈચ્છાઓ પુરી કરે છે. યુરોપ ટ્રિપ હોય, ડાયમંડ નેકલેસ હોય કે ડ્રીમ ગાઉન. ઘણાં લોકો સોશિયલ મીડિયામાં રશિયન બેગમને પ્રશ્ન પૂછે છે કે, પહેલી બેગમ સાથે સબંધ કેવા છે, તમને એકબીજાની ઈર્ષ્યા નથી થતી. જો કે રશિયન ગર્લ કોઈ પણ જવાબ આપ્યા વિના ખુશીઓની પળ શેર કરે છે.
ઈસ્લામિક કાયદા પ્રમાણે, શેખ ધારે તો ચાર લગ્ન કરી શકે છે. જો કે તેણે પોતાની તમામ પત્નીઓને એકસરખુ સન્માન, ખર્ચા-પાણી, ઘર અને સમય આપવો ફરજિયાત છે.

