VIRAL VIDEO: હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ટ્રેનમાં એક મહિલાનો મેગી બનાવતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ટ્રેનના AC કોચની અંદર ઈલેક્ટ્રીક કીટલીનો ઉપયોગ કરીને મેગી બનાવતી જોવા મળી રહી છે.
આ વીડિયો સામે આવ્યા બાદ સેન્ટ્રલ રેલવેએ તાત્કાલિક એક સિક્યુરિટી એડવાઈઝરી જારી કરી દીધી છે અને જણાવ્યું છે કે, મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં યુઝર્સનું કહેવું છે કે, ચાલતી ટ્રેનમાં મેગી બનાવીને મહિલા પોતાની સાથે-સાથે અન્ય મુસાફરોની જિંદગી પણ જોખમમાં મૂકી રહી છે.
ટ્રેનના કૉચમાં લગાવવામાં આવેલા પાવર શૉકેટમાં સ્પષ્ટ અક્ષરે ચેતવણી લખવામાં આવી હોય છે કે, અહીં માત્ર મોબાઈલ ફોન ચાર્જ કરો. આમ છતાં વાયરલ વીડિયોમાં મહિલા આ શૉકેટમાં પોતાની ઈલેક્ટ્રીક કિટલી લગાવીને મેગી બનાવવા માંડે છે.
સેન્ટ્રલ રેલવેએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર વીડિયો શેર કરતાં લખ્યું છે કે, જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેનની અંદર ઈલેક્ટ્રોનિક કિટલીનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ છે. આ એક ગેરકાયદેસર કૃત્ય અને સજાને પાત્ર ગુનો છે. આમ કરવાથી આગ પણ લાગી શકે છે. આટલું જ નહીં, આમ કરવાથી ટ્રેનમાં ઈલેક્ટ્રોનિક સપ્લાયમાં અડચણ આવી શકે છે અને AC સહિત અન્ય ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ ખરાબ થઈ શકે છે.
Action is being initiated against the channel and the person concerned.
— Central Railway (@Central_Railway) November 21, 2025
Using electronic kettle inside trains is strictly prohibited.
It is unsafe, illegal, and a punishable offence. It can lead to fire incidence and be disastrous for other passengers also.
May also cause… https://t.co/di9vkxrDLv
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ આ પ્રકારનું કૃત્ય કરવાનું ટાળે. જો કોઈ આવું કરતું દેખાય, તો તરત જ તેની જાણ સબંધિત અધિકારીને કરવામાં આવે.
બીજી તરફ આ વીડિયો સોશિય મીડિયામાં વાયરલ થતાં લોકો તરેહ-તરેહની કોમેન્ટ કરી રહ્યા છે. એખ યુઝર્સે લખ્યું છે કે, આ સુરક્ષા પર ગંભીર ખતરો છે, તમામ મુસાફરો આ બાબતને સમજે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, જ્યારે આન્ટી મેગી બનાવતા હતા, ત્યારે કોચ એટેન્ડેન્ટ શું કરતો હતો. જો મહિલા તેની વાત માનવાનો ઈનકાર કરતી હોય, તો તેણે પોલીસને જાણ કરવી જોઈતી હતી.

