Viral Video: પક્ષીઓ સાથે વાત કરતી મહિલા, બંનેની દોસ્તીનો આ વીડિયો જોઈને તમે પણ કહેશો - વાહ…

માણસ અને પક્ષી વચ્ચેની એક અદ્ભુત અને અનોખી મિત્રતાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા પક્ષીઓ સાથે વાતચીત કરતી અને તેમના પર ખૂબ પ્રેમ વરસાવતી જોવા મળે છે. તમે પણ જુઓ વીડિયો

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 08 Nov 2025 01:11 PM (IST)Updated: Sat 08 Nov 2025 01:11 PM (IST)
woman-birds-unconditional-love-video-viral-on-social-media-634397

Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો માણસ અને પક્ષી વચ્ચેની એક અદ્ભુત અને અનોખી મિત્રતા નજરે પડી રહી છે, જેને જોઈને તમે પણ દિલ હારી બેસશો. વીડિયોમાં મહિલા પક્ષીઓ સાથે વાતચીત કરતી અને તેમના પર ખૂબ પ્રેમ વરસાવતી જોવા મળે છે. તમે પણ જુઓ વીડિયો

પક્ષીઓ સાથે વાત કરતી મહિલાનો વીડિયો વાઈરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પક્ષીઓ સાથે કંઈક વાતચીત કરી રહી છે. એટલું જ નહિ પક્ષીઓ પણ મહિલાની સામે કંઈક કહેતા હોય તેમ દેખાય છે. જ્યારે મહિલા વારંવાર તેમને ટોકે છે, ત્યારે પક્ષીઓ ગુસ્સો પણ વ્યક્ત કરે છે, પરંતુ બંને વચ્ચેની આ નાની-મોટી તકરાર યુઝર્સને ઘણી પસંદ આવી રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર @shaheena451 નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે આટલો વિશ્વાસ કેવી રીતે જીતી લીધો બહેને કે ચકલી ડરવાને બદલે અધિકાર જતાવવા લાગી. ખૂબ સુંદર. પ્રકૃતિને જ વશ કરી લીધી!

આ અદ્ભુત વીડિયો જોયા પછી ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું કે આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે! તે દર્શાવે છે કે પ્રેમ અને વિશ્વાસથી આપણે પ્રકૃતિના નાનામાં નાના જીવોનું પણ દિલ જીતી શકીએ છીએ. અન્ય યુઝરોએ પણ ટિપ્પણી કરી કે પશુ-પક્ષી પ્રેમના ભૂખ્યા હોય છે અને જ્યાં તેમને પ્રેમ દેખાય છે, ત્યાં તેઓ ડર્યા વગર જાય છે.