Shukra Gochar 2025 In Scorpio, Venus Transit In Scorpio: વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને વિશેષ સ્થાન મળેલું છે. શુક્રને પ્રેમ, આકર્ષણ, સુંદરતા, ભૌતિક સુખ અને ધનના કારક ગ્રહ ગણવામાં આવે છે. જ્યારે કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોય, તો જાતકને જીવનમાં અણધારી સફળતા મળે છે. શુક્રના ગોચરની સીધી શુભાશુભ અસર મેષથી માંડીને મીન સુધીની તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. શુક્રના ગોચરથી કેટલીક રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થાય છે, તો કેટલીક રાશિના જાતકોને સતર્ક રહેવાની જરૂર પડશે.
આગામી 26 નવેમ્બરના રોજ સવારે 11:27 કલાકે શુક્ર ગ્રહ ગોચર કરીને વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે 20 ડિસેમ્બર સવારે 7:50 સુધી રહેશે. જેની અસર આગામી 25 દિવસો સુધી તમામ રાશિના જાતકો પર જોવા મળશે. જો કે ખાસ કરીને 4 રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય, કરિયર અને સબંધોને લઈને સતર્ક રહેવું પડશે. તો ચાલો જાણીએ કંઈ છે આ અનલકી રાશિઓ
વૃષભ: શુક્રનું ગોચર આ રાશિના સાતમા ભાવ થઈ રહ્યું છે. જે સબંધો અને ભાગીદારોનો ભાવ મનાય છે. આ દરમિયાન જીવસાથી સાથે મતભેદ થઈ શકે છે. પરિવારના અન્ય સભ્યો સાથે પણ ગેરસમજના કારણે સબંધ વણસી શકે છે. જાતકોને સ્વાસ્થ્ય પ્રત્યે પણ સતર્ક રહેવું આવશ્યક રહેશે. માનસિક શાંતિ ડહોળાઈ શકે છે. રોકાણની બાબતમાં સમજી વિચારીને નિર્ણય લેવો હિતાવહ રહેશે.
મિથુન: શુક્રનું ગોચર આ રાશિના છઠ્ઠા ભાવમાં થશે, જેના પરિણામે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ વધી શકે છે. મહેનતનું ફળ મળવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ મહેનત ચાલું રાખજો. ઑફિસ પોલિટિક્સનો ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું. પરિવારમાં તનાવ પેદા ના થાય તેનું ધ્યાન રાખજો. ખોટા માર્ગે નાણાં ના વેડફાય તેનું ધ્યાન રાખવું.
કુંભ: આ રાશિના દસમા ભાવમાં શુક્રનું ગોચર થવા જઈ રહ્યું છે, જે કરિયરમાં સફળતા જરૂર અપાવશે, પરંતુ કામકાજના સ્થળે સહકર્મીઓ સાથે મતભેદ વધારી શકે છે. ઑફિસમાં તમને બલિનો બકરો બનાવવા ભરપુર પ્રયાસ થશે. આથી સાવચેત રહેવું હિતાવહ છે. પ્રેમમાં નિષ્ફળતા આપને હતાશ ના કરે તે જોવું. વેપાર-ધંધામાં નાણાંકીય લેવડ-દેવડ સમજી વિચારીને કરવી.
મીન: શુક્રનું આ ગોચર મીન રાશિના નવમાં ભાવમાં રહેશે. આ રાશિના જાતકોની બચત વધશે, પરંતુ સ્વાસ્થ્ય કથળી શકે છે. નવા રોકાણો માટે રાહ જોવી હિતાવહ રહેશે. મળેલી તક હાથતાળી આપતી જણાય. પ્રયત્નો એળે જતા જણાય. બનેલી બાજી બગડી ના જાય, તે જોજો.મનની મુરાદ મનમાં જ રહેતી લાગશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.

