IND vs SA Highlights: ત્રીજા દિવસની રમત સમાપ્ત, ટીમ ઈન્ડિયા 201 રનમાં ઓલઆઉટ; દક્ષિણ આફ્રિકા પાસે 314 રનની મોટી લીડ

IND vs SA Highlight: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ, પિચ રિપોર્ટ, મેચ ટાઇમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોર સંબંધિત દરેક મિનિટના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 24 Nov 2025 09:16 AM (IST)Updated: Tue 25 Nov 2025 09:37 AM (IST)
ind-vs-sa-live-score-2nd-test-day-3-india-vs-south-africa-full-match-scorecard-updates-highlights-guwahati-643383

IND vs SA Highlights, 2nd Test Day 3: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. આજે આ મેચનો ત્રીજો દિવસ છે. પ્રથમ બે દિવસની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 489 રન બનાવ્યા હતા. સેનુરન મુથુસામીએ સેન્ચુરી (109 રન) ફટકારી હતી. ભારત માટે કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો સ્કોર વિના વિકેટે 9 રન હતો. ત્યારે હવે ટીમ ઈન્ડિયા આજે મોટો સ્કોર કરવા મેદાનમાં ઉતરી છે.

આ આર્ટિકલમાં જાણો, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ, પિચ રિપોર્ટ, મેચ ટાઇમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોર સંબંધિત દરેક મિનિટના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

IND vs SA Live Score: ત્રીજા દિવસની રમત સમાપ્ત, ટીમ ઈન્ડિયા 201 રનમાં ઓલઆઉટ; દક્ષિણ આફ્રિકા પાસે 314 રનની મોટી લીડ

IND vs SA Live Score: ટીમ ઈન્ડિયા 201 રનમાં ઓલઆઉટ, દક્ષિણ આફ્રિકાને મળી 288 રનની મોટી લીડ

IND vs SA Live Score: વોશિંગ્ટન સુંદરની શાનદાર 48 રનની પારી સમાપ્ત થઈ, ભારતે 200 રનની અંદર 8 વિકેટ ગુમાવી

IND vs SA Live Score: ભારતે 125 રનમાં 7 વિકેટ ગુમાવી, હાલ વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ ક્રીઝ પર

IND vs SA Live Score: ગુવાહાટી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલ સ્થિતિમાં, 120 રનમાં 6 વિકેટ ગુમાવી

IND vs SA Live Score: ટી બ્રેક સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકશાને 102 રન, કેપ્ટન પંત અને જાડેજા ક્રીઝ પર

IND vs SA Live Score: ભારતે માત્ર 7 રનમાં ગુમાવી દીધી જયસ્વાલ, સુદર્શન અને જુરેલ વિકેટ

IND vs SA Live Score: ભારતનો સ્કોર 35 ઓવર બાદ 3 વિકેટના નુકશાન પર 102 રન

IND vs SA Live Score: ભારતનો સ્કોર 30 ઓવર બાદ 1 વિકેટના નુકશાન પર 92 રન

IND vs SA Live Score: યશસ્વી જયસ્વાલની હાફ સેન્ચુરી, કેએલ રાહુલ 22 રન બનાવીને આઉટ થયો

IND vs SA Live Score: ભારતનો સ્કોર 25 ઓવર બાદ 1 વિકેટના નુકશાન પર 73 રન

IND vs SA Live Score: ભારતનો સ્કોર 20 ઓવર બાદ વિના વિકેટે 52 રન

IND vs SA Live Score: ભારતનો સ્કોર 15 ઓવર બાદ વિના વિકેટે 37 રન

IND vs SA Live Score: ભારતનો સ્કોર 10 ઓવર બાદ વિના વિકેટે 20 રન

IND vs SA Live Score: ત્રીજા દિવસે ભારતની સારી શરૂઆત, કેએલ-યશસ્વી વચ્ચે 50 રનની ઓપનિંગ પાર્ટનરશીપ

IND vs SA Live Score: ગુવાહાટી ટેસ્ટમાં લંચ પહેલા ટી બ્રેક

ગુવાહાટી સ્ટેડિયમમાં પહેલીવાર ટેસ્ટ મેચ યોજાઈ રહી છે, અને તેને ધ્યાનમાં રાખીને મેચના સમયમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ભારતમાં ટેસ્ટ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થાય છે, પરંતુ નોર્થ-ઈસ્ટના વહેલા સૂર્યોદય–સૂર્યાસ્તને કારણે આ મેચનું પ્રારંભિક સમય સવારે 9:00 (IST) રાખવામાં આવ્યું છે, જેથી દિવસના કુદરતી પ્રકાશનો પૂરેપૂરો લાભ મળી શકે.

સામાન્ય રીતે પહેલા લંચ અને પછી ટી બ્રેક લેવાય છે, પરંતુ આ મેચમાં પહેલા ટી બ્રેક અને ત્યારબાદ લંચ બ્રેક રાખવામાં આવ્યા છે. પહેલું સત્ર સવારે 9 થી 11 વાગ્યા સુધી ચાલશે, ત્યારબાદ 20 મિનિટનો ટી બ્રેક. બીજું સત્ર 11:20થી 1:20 સુધી યોજાશે, પછી 40 મિનિટનો લંચ બ્રેક. અંતિમ સત્ર બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રહેશે. જો દિવસના નિર્ધારિત ઓવર્સ પૂર્ણ ન થાય, તો મેચને વધારાના 30 મિનિટ સુધી લંબાવી શકાય છે, એટલે કે રમત મહત્તમ સાંજે 4:30 વાગ્યા સુધી ચાલી શકે છે.

IND vs SA Live Score: બીજી ટેસ્ટ માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, ઋષભ પંત (w/c), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

દક્ષિણ આફ્રિકા: એઇડન માર્કરામ, રેયાન રિકલ્ટન, વિઆન મુલ્ડર, ટેમ્બા બાવુમા(c), ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન(ડબ્લ્યુ), માર્કો જેન્સેન, સેનુરન મુથુસામી, સિમોન હાર્મર, કેશવ મહારાજ.

IND vs SA Live Score: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ ક્યાં રમાઈ રહી છે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ છે.

IND vs SA Live Score: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ કેટલા વાગ્યાથી શરૂ થાય છે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ સવારે 9:00 વાગ્યે શરૂ થાય છે.

IND vs SA Live Score: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ ક્યાં જોઈ શકાય છે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર ટીવી પર જોઈ શકે છે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Jiohotstar એપ અને વેબસાઇટ (મોબાઈલ અને લેપટોપ પર) એપ પર જોઈ શકાય છે.

IND vs SA Live Score: હેડ-ટુ-હેડ રેકોર્ડ

હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસ હંમેશાં રસાકસીભર્યો રહ્યો છે. બંને ટીમોએ કુલ 45 મુકાબલા રમ્યા છે, જેમાં દક્ષિણ આફ્રિકાએ 19 અને ભારતે 16 જીત મેળવી છે, જ્યારે 10 મેચ ડ્રોથી પૂર્ણ થઈ છે. આંકડાઓ મુજબ દક્ષિણ આફ્રિકાનું પલડું થોડું ભારે લાગી રહ્યું છે, પરંતુ ઘરઆંગણે ભારત મજબૂત પ્રદર્શન કરીને વળતો પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.

IND vs SA Live Score: ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો

ભારતીય ટીમ: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, દેવદત્ત પડિકલ, આકાશ દીપ.

દક્ષિણ આફ્રિકાની ટીમ: એઇડન માર્કરામ, રેયાન રિકલ્ટન, ટ્રીસ્ટન સ્ટબ્સ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, ડેવાલ્ડ બ્રેવિસ, કાયલ વેરેન (વિકેટકીપર), સિમોન હાર્મર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, કોર્બીન બોશ, સેનુરન મુથુસામી, ઝુબેર હમઝા અને વિયાન મુલ્ડર.