Smriti Mandhana-Palash Muchhal Video: બૉલિવૂડ મ્યુઝિક કમ્પોઝર અને ફિલ્મ મેકર પલાસ મુછલ અને ભારતીય મહિલા ટીમની વાઈઝ કેપ્ટન સ્મૃતિ મંધાના આજથી બે દિવસ બાદ એટલે કે 23 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
છેલ્લા ઘણાં વર્ષોથી સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં જ સ્મૃતિ મંધાનાએ પોતાની એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરતાં એક વીડિયો પણ શેર કર્યો હતો. હવે પલાશ મુછલ એક ખાસ વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્મૃતિ મંધાનાને સ્પેશિયલ જગ્યાએ ખાસ અંદાજમાં પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે.
લગ્નના બે દિવસ પહેલા જ પલાશ મુછલ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાને ક્રિકેટના ગ્રાઉન્ટ પર ઢીંચણ પર બેસીને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, પલાશ અને સ્મૃતિની ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં એન્ટ્રી થાય છે. આ સમયે સ્મૃતિની આંખો પર પટ્ટી બાંધેલી હોય છે. જેવી તે પટ્ટી હટાવે છે, ત્યારે સામે પલાશ નીચે બેસીને તેને પ્રપોઝ કરતા ગુલાબનો બૂકે અને ડાયમંડની રિંગ આપતો જોવા મળે છે. આ સમયે સ્મૃતિ ભાવુક થઈ જાય છે અને તેની આંખો ભીની થઈ જાય છે.
આ વીડિયો મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમનો છે, જેમાં આ કપલ ઈમોશનલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ફેન્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પલાશ મુછલ અને સ્મૃતિ મંધાના 2019થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ બન્ને ઘણી વખત સાથે જોવા મળી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર તેઓ બન્નેના સાથે ફોટા પણ શેર કરતા રહ્યા છે. તાજેતરમાં જ મહિલા વર્લ્ડકપ 2025 દરમિયાન પણ પલાશ મુચ્છલ સ્મૃતિ મંધાના સાથે જીતની ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

