Palash Muchhal Alleged Chats: ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા. હલ્દી સેરેમની અને ત્યારબાદ સંગીત સેરેમની જેવા લગ્નના ફંક્શન્સ પણ શરૂ થઈ ગયા હતા. આ કપલ 23 નવેમ્બરના રોજ લગ્ન કરવાના હતા, પરંતુ એક દિવસ પહેલા જ સ્મૃતિના પિતાની તબિયત ખરાબ થવાને કારણે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેકના લક્ષણો જણાતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે હવે આ મામલે નવો ટ્વીટ્સ આવ્યો છે.
સ્મૃતિએ લગ્ન ફંક્શનની પોસ્ટ્સ ડિલીટ કરતાં અટકળો વધી
લગ્ન મુલતવી રહ્યા બાદ લોકો એ વાતથી ચોંકી રહ્યા છે કે સ્મૃતિએ ચૂપચાપ લગ્ન સાથે જોડાયેલી પોતાની તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. આ પોસ્ટ્સમાં તેમની સગાઈની જાહેરાત અને પ્રપોઝલ વીડિયો હતા. આ ટાઇમિંગને કારણે તરત જ ઓનલાઈન અટકળો શરૂ થઈ ગઈ હતી. આ પછી ચીટિંગના રૂમર્સ આવવા લાગ્યા છે.
આ બધાની વચ્ચે ત્યારે વિવાદ ઊભો થયો જ્યારે એક ઇન્સ્ટાગ્રામ યુઝર મેરી ડી કોસ્ટાએ પલાશ સાથેની કથિત ચેટના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા. યુઝરે દાવો કર્યો હતો કે આ ચેટ તેમની પલાશ સાથે થઈ હતી. જોકે જે એકાઉન્ટ પરથી સ્ક્રીનશૉટ્સ શેર થયા હતા તે હવે ડીએક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ સ્ક્રીનશૉટ્સ હજી પણ વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ ચેટમાં શું હતું?
સોશિયલ મીડિયા પર એક મહિલા દ્વારા શેર કરાયેલા કથિત ચેટ સ્ક્રીનશોટ વાયરલ થયા હતા, જેમાં પલાશ જે વાતચીત કરી રહ્યા હતા તે ફ્લર્ટિંગ કરતી દેખાતી હતી. મેરી ડી'કોસ્ટા નામની એક મહિલાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. મેરી સાથે ચેટ કરતી વખતે પલાશે ક્રિકેટર સાથેના તેના લાંબા અંતરના સંબંધો અને તેની સાથે પ્રવાસો પર જવા વિશે સ્પષ્ટપણે વાત કરી.
મે 2025ના મેસેજમાં પલાશે તેને સવારે 5 વાગ્યાની આસપાસ સ્વિમિંગ, સ્પા અને પછી મુંબઈના વર્સોવા બીચ પર ફરવા માટે પણ કહ્યું . જ્યારે મહિલાએ પૂછ્યું કે શું તે તેને પ્રેમ કરે છે, ત્યારે પલાશે જવાબ આપવાનો ઇનકાર કર્યો. જોકે, આ સ્ક્રીનશોટ કયા સંદર્ભમાં લેવામાં આવ્યા છે અને તે કેટલા જૂના છે તે સામે નથી આવ્યું.

