વેપારી અલ્પેશ ડોંડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત નવેમ્બરમાં તેઓ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિઓ કીર્તિ પટેલ વિશે ટિપ્પણીઓ કરી રહ્યા હતા. ડોંડાએ કીર્તિ વિરુદ્ધ કોઈ શબ્દ ઉચ્ચાર્યો ન હોવા છતાં, કીર્તિ પટેલે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેમને કોલ કરીને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું. તેણે ડોંડાની પત્ની વિશે પણ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો અને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ્સ અને મેસેજ વાઇરલ કર્યા. લસકાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
By: Mohammad RafeEdited By: Mohammad Rafe Publish Date: Thu 04 Dec 2025 01:11 PM (IST)Updated: Thu 04 Dec 2025 01:11 PM (IST)