'ચાર ચાર બંગડીવાળી' ફેમ ગાયિકા કિંજલ દવે અને ધ્રુવિન શાહે સગાઈની વિધિ (ગોળધાણા) પૂર્ણ કરી છે.
કિંજલ ભારે ડિઝાઈનર આઉટફિટમાં સુંદર લાગી રહી છે, જ્યારે ધ્રુવિન કુર્તા-પાયજામામાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે.
પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં આ પ્રસંગ સાદગી અને શાહી અંદાજ સાથે ઉજવવામાં આવ્યો.
સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થતા જ ચાહકોએ અભિનંદનનો વરસાદ કર્યો છે.
હવે ચાહકો આ જોડીના લગ્નની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અવનવી લેટેસ્ટ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.