Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ ‘લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે’ હવે વિદેશની ધરતી પર પણ ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં તો જાણે લાલોનો જલસો જ ચાલી રહ્યો છે! ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મ હાઉસફૂલ જઈ રહી છે.
સિડની, મેલબોર્ન, પર્થ, બ્રિસબેન, એડિલેડ સહિત કુલ 13 શહેરોમાં લાલોના શો રિલીઝ થતાંની સાથે જ ટિકિટો એક કલાકમાં જ વેચાઈ ગઈ! નવા શો ઉમેરવામાં આવ્યા અને એ પણ કલાકોમાં જ હાઉસફુલ!
ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં ૩000 થી વધુ ગુજરાતીઓએ ભારતીય પોશાક પહેરીને થિયેટરમાં દ્વારકાધીશની દિવ્ય યાત્રા મોટા પડદે જોઈ અને તેઓની આંખો ભીની થઈ ગઈ હતી. દરેક હોલમાં “જય શ્રી કૃષ્ણ”, “લાલો… લાલો”ના નારા ગુંજી રહ્યા હતા. હવે આવતા અઠવાડિયે પણ વધુ નવા શો ઉમેરાઈ રહ્યા છે.
આ પણ વાંચો

લાલો ફિલ્મની વાર્તા (Story of Laalo Krishna Sada Sahaayate)
ફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે, જે પોતાના ભૂતકાળના પાપો, દુઃખ અને જીવનની મુશ્કેલીઓથી પીડિત છે. લાલોનું જીવન એક પ્રમાણભૂત માણસનું જ છે – પરિવાર, વ્યસનની સમસ્યાઓ અને આર્થિક તંગીઓ વચ્ચે ઝઝૂમતું. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) તેના સાથે ઊભી રહીને પણ વ્યસન અને અન્યયોની સમસ્યાઓથી ત્રસ્ત છે. આ કહાણી દર્શાવે છે કે 'વ્યક્તિ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય' અને સંબંધોમાં શરૂઆતના પ્રેમને યાદ રાખીને આગળ વધવું જરૂરી છે. અવાવરૂ જગ્યાએ બંધ ઘરમાં ફસાયેલા લાલાને ભગવાન કેવી રીતે બહાર કાઢે છે અને લાલાની ગેરહાજરીમાં પરિવારની શું હાલત થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.

