Mayor of the municipality: ગુજરાત રાજ્યની મહાનગર પાલિકા માટે મેયરના ઉમેદવાર માટે અનામતનું રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં આગામી ચૂંટણી પછી અઢી વર્ષ માટે ઓબીસી તથા પછીના અઢી વર્ષ માટે સામાન્ય મહિલા ઉમેદવાર મેયર બનશે. ઉલ્લેખનીય છે કે, રોસ્ટર પ્રમાણે શહેરના મેયર પદ માટે પણ અનામત અંગે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
શહેર મુજબ મેયરની પસંદગી માટે અનામતનું ધોરણ
| શહેર | પ્રથમ અઢી વર્ષ | બીજા અઢી વર્ષ |
| અમદાવાદ | પુરુષ બેકવર્ડ ક્લાસ (ઓબીસી) | મહિલા |
| સુરત | મહિલા | જનરલ પુરુષ |
| રાજકોટ | જનરલ પુરુષ | મહિલા (એસ.સી.) |
| વડોદરા | એસસી પુરુષ | મહિલા (બી.સી.) |
| ભાવનગર | મહિલા | જનરલ પુરુષ |
| જામનગર | મહિલા | જનરલ પુરુષ |
| જુનાગઢ | જનરલ પુરુષ | મહિલા (બી.સી.) |
| ગાંધીનગર | પુરુષ (બી.સી.) | મહિલા |

