Bhavnagar News: ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ભાવનગર જિલ્લા કાર્યાલય 'ભાવકમલમ્'ના લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપડાં બિહારની જેમ સાફ થઈ જશે.
ગુજરાતના અર્થતંત્ર પર નિવેદન
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય અર્થતંત્રમાં આવેલી પ્રગતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલાં ભારતનું અર્થતંત્ર 11મા નંબર પર હતું, જે દસ વર્ષમાં પાંચમા નંબર પર આવી ગયું છે. અમિત શાહે કહ્યું કે, આગામી 2017 સુધીમાં ભારતનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે.
આ પણ વાંચો
ભાજપની કાર્યશૈલી અને સંગઠન પર ભાર
અમિત શાહે ભાજપના પાયાના સિદ્ધાંતો અને કાર્યશૈલીની વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભાજપની રાજનીતિ નહીં પણ રાષ્ટ્ર આધારિત વૈચારિક આંદોલન ચલાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશમાં 1999માં તમામ જિલ્લાઓમાં ભાજપના કાર્યાલય બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. દેશમાં 999 જિલ્લામાંથી 980 જિલ્લામાં ભાજપના કાર્યાલય બની ચૂક્યા છે. ગુજરાતમાં 42 કાર્યાલય બનાવવાના છે, જેમાંથી પાંચ બની ચૂક્યા છે અને બાકીના કાર્યાલય બનાવવાનું કામ નવા પ્રદેશ ભાજપ પ્રમુખને સોંપાયું છે.

