ભાવનગર ટ્રિપલ મર્ડર કેસઃ ઓશિકા વડે મોઢું દબાવીને પત્ની અને બાળકોની હત્યા કરી, મૃતદેહ સંતાડવા હત્યારા પતિએ અપનાવ્યો આ પ્લાન

ખાડામાં પાણી ભરેલું હોવાથી મૃતદેહ ઉપર ન આવે એ માટે મૃતદેહોને પથ્થર સાથે બાંધીને ખાડામાં નાંખી દીધા હતા. તેમજ મૃતદેહનો છૂપાવવા માટે તેના પર એક દરવાજો અને ગાદલું નાંખ્યું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 17 Nov 2025 05:38 PM (IST)Updated: Mon 17 Nov 2025 05:38 PM (IST)
bhavnagar-triple-murder-case-husband-kills-wife-and-children-using-pillow-and-tries-to-hide-bodies-639798

Bhavnagar Triple Murder Case: ગુજરાતમાં ઘટેલી જાણીતી ક્રાઇમ થ્રિલર ફિલ્મ દૃશ્યમ જેવી બે ઘટનાઓ આ મહિનામાં સામે આવી છે. થોડા દિવસો પહેલા અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરીને ઘરના રસોડામાં દાટી દીધો હતો. ત્યારે હવે અન્ય એક બનાવ ભાવનગરમાં બન્યો છે. જ્યાં ફોરેસ્ટ અધિકારીએ પત્ની અને બે બાળકોની હત્યા કરી હતી. મૃતદેહને પથ્થર વડે બાંધી ખાડીમાં દાટી દીધા હતા. મૃતદેહ કોઇને મળે નહીં એ માટે આખો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

5 નવેમ્બરે કરી હતી હત્યા

ભાવનગરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં ગઇકાલે સાંજે ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસને મૃતકના પતિ ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા પર શંકા હતી. શંકાના આધારે તપાસ હાથ ધરી હતી અને આજે સવારે તેની સુરત ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે કુબાલત કરી હતી કે તેણે જ પત્ની અને દીકરા-દીકરીની હત્યા કરી હતી. ત્રણેયની હત્યા 5 નવેમ્બરના રોજ કરી હતી.

મૃતદેહ કોઇને ન મળે એ માટે અપનાવ્યો હોત આવો પ્લાન

આરોપીએ પહેલા તકિયાથી પત્નીનું મોઢું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ દીકરા અને દીકરીની પણ એવીજ રીતે હત્યા કરી હતી. ત્રણેયની હત્યા કર્યા બાદ મૃતદેહોને ઘરની બાજુમાં આવેલા ખાડામાં દાટી દેવાનો પ્લાન બનાવ્યો હતો. ખાડામાં પાણી ભરેલું હોવાથી મૃતદેહ ઉપર ન આવે એ માટે મૃતદેહોને પથ્થર સાથે બાંધીને ખાડામાં નાંખી દીધા હતા. તેમજ મૃતદેહનો વ્યવસ્થિત રીતે છૂપાવવા માટે તેના પર એક દરવાજો અને ગાદલું પણ નાંખી દીધું હતું. 6 નવેમ્બરના રોજ આરોપીને પોતાના સબોર્ડીનેટને કઇને તેના પર માટી નખાવીના ખાડો બુરાવી દીધો હતો.

પહેલાથી જ ઘડી નાખ્યો હતો હત્યાનો પ્લાન

પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, પતિ અને પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો. પત્નીનો આગ્રહ હતો કે તેનો પરિવાર તેની સાથે રહે જ્યારે પતિનું કહેવું હતું કે તેઓ સુરતમાં રહે. જેને લઇને ઘણા દિવસોથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો. આ ઘર કંકાસમાં તેણે ત્રણેયની હત્યા કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છેકે, આરોપીએ 1 અને 2 નવેમ્બરના રોજ તેના સબોર્ડીનેટને કહીને ખાડો ખોદવી રાખ્યો હતો. જેથી પહેલાથી જ હત્યાનો પ્લાન ઘડી રાખ્યો હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

ગેરમાર્ગે દોરવા પત્નીના મોબાઇલથી કર્યો હતો મેસેજ

હત્યા કર્યા બાદ પોલીસ સહિત તમામને ગેરમાર્ગે દોરવા માટે પત્નીના મોબાઇલમાંથી એક એવો પણ મેસેજ કર્યો હતો કે તે બીજા સાથે રહેવા માટે જાય છે. તેણે પોલીસ અને પરિવારને ગેરમાર્ગે દોરવા અને ખોટી દિશામાં મોકલવા માટે આ મેસેજ કર્યો હતો. આ મેસેજ કોઇને સેન્ડ કરવામાં આવ્યો ન હતો. એરોપ્લેન મોડમાં મેસેજ કર્યો હોવાથી કોઇને સેન્ડ થયો ન હતો. આવું કરવાનું કારણ માત્ર ગેરમાર્ગે દોરવાનું હતું.

આ રીતે પોલીસને ગઇ હતી શંકા

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પત્ની અને દીકરા-દીકરીની મીસિંગ ફરિયાદ નોંધાવવા માટે આરોપી આવ્યો હતો પરંતુ કોઇના પરિવારમાં એની પત્ની, તેના દીકરા-દીકરી ગાયબ થાય એ સમયે જે લાગણી હોવી જોઇએ. જે ગંભીરતા અને એગ્રેશન હોવું જોઇએ કે મને જોઇએ એમને કોઇપણ રીતે આપ શોધીને લાવો. એ આરોપીમાં જોવા મળ્યું ન હતું. જેનાથી શંકા ઉપજી હતી. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે અત્યારસુધીની પૂછપરછમાં તેને જે ગુનો કર્યો તેનો રંજ કે ગિલ્ટ જોવા મળ્યું નથી. જેથી આ કોલ્ડ બ્લડેડ મર્ડર કહી શકાય.