Bhavnagar News: દેશના ગૃહમંત્રી અમિત શાહ આજરોજ બે દિવસ ગુજરાત પ્રવાસે પઘાર્યા છે ત્યારે ભાવનગર ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાહેબના વરદ હસ્તે તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કાર્યાલય “ભાવ કમલમ”નું લોકાર્પણ તેમજ જિલ્લા અને મહાનગર દ્વારા આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન તેમજ કેન્દ્રિયમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રેરક સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોએ તેમજ જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને બુક તેમજ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ દેશના ગૃહમંત્રી અમિત શાહને બુક આપી સ્વાગત કર્યુ હતું. દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા પહેલા કાર્યક્રમમાં મોડુ પહોંચવા બદલ ક્ષમા માંગતા જણાવ્યું હતું કે બિહારમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બ્રેક સરકાર બનાવી છે, આજે આ સ્થળેથી મહારાજ કૃષ્ણકુમારજીને વંદન કરુ છું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારજીનો નો એક પત્ર કાશ્મિરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુઘી વિશાળ ભારતના રાજારજવાડા માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારતની રચના કરી જેની શરૂઆત મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી અને સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યુ.આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે ત્યારે સરદાર સાહેબને નતમસ્તક વદંન કરુ છું.
આ પણ વાંચો
ભાવનગરનો આજે અદૂભૂત વિકાસ જોયો છે અને મનસુખ માંડવીયાજીને કહ્યુ કે કોર્પોરેશને ભાગવનગરમાં ખૂબ સારો વિકાસ કરવાનું કામ કર્યુ છે. ભાવનગરમાં આજે સુંદર રીતે વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું કામ થઇ રહ્યુ છે ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને હ્રદય પુર્વક અભિનંદન. આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વાસ્તુપુજન નો કાર્યક્રમ એ ભાજપના કાર્યકર્તાઓ માટે પોતાના નવા ઘરનુ વાસ્તુ હોય તેવો પ્રસંગ છે.
બાકી પાર્ટીઓની મને ખબર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનુ બીજુ ઘર ભાજપ કાર્યાલય છે તેની મને ખબર છે. આધુનિક સુવિઘા યુક્ત કાર્યાલય,પાર્કિગ,સાહિત્ય કક્ષ,નમો સેવા કક્ષ,ભોજન કક્ષ,પ્રમુખની અધ્યતન ઓફિસ,મહાસચિવોની ઓફિસ,વેઇટિંગ અને વિડિયો કોન્ફરન્સ રૂમ સહિતનું આધુનિક કાર્યાલય બનાવવા માટે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને અભિનંદન અને શુભકામના પાઠવું છું.

